સલામત સવારી કે મોતની સવારી…? એસ.ટી બસે શાકભાજી લેવા જતાં એક યુવકને……..

સલામત સવારી કે મોતની સવારી…? એસ.ટી બસે શાકભાજી લેવા જતાં એક યુવકને……..
Spread the love

કોરોના મહામારી બાદ રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ એસટી નિગમ દ્વારા સોમવારથી ગામડામાં એસટી બસની સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે. અનલોક એકથી ધીમે ધીમે એસટી બસનું સંચાલન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પહેલા એક્સપ્રેસ બસ ત્યાર બાદ પ્રીમિયમ બસ સેવા અને હવે ગામડામાં ચાલતી લોકલ બસ સેવાને શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યમાં લોકડાઉન બાદ એસટી બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. પણ અગાઉની જેમ એસટી બસ ચાલુ થતાં જ બસ દ્વારા અકસ્માતનાં કિસ્સાઓ પણ હવે વધવા લાગ્યા છે. આવો ફરી એક કિસ્સો અમદાવાદ બન્યો છે.

સીટીએમ હાઈવે પર રસ્તો ક્રોસ કરતાં એક યુવકને એસટી બસ દ્વારા જોરદાર ટક્કર લાગી હતી. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે પર જ મોત નિપજ્યું હતું. અમદાવાદના નારોલ-નરોડા હાઇવે પર સીટીએમ પાસે ગ્રીનમાર્કેટની સામે અમદાવાદથી વડોદરા જતી એસટી બસે એક રાહદારીને પોતાની અડફેટે લીધો હતો. ટક્કર આટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૃતક વહેલી સવારે શાકભાજી લેવા આવ્યો હતો. અને રસ્તો ઓળગવા જતાં એસટી બસની અડફેટે આવ્યો હતો.

ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યાં વ્યક્તિના પરિવારની પણ તપાસ શરૂ કરી એસટી ચાલકને પકડવાની કામગીરી શરૂ કરી છે. એસટી બસ દ્વારા અવારનવાર અકસ્માતનાં કિસ્સાઓ સામે આવતાં રહે છે. અને અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતાં રહે છે. કોરોના મહામારી બાદ રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ એસટી નિગમ દ્વારા સોમવારથી ગામડામાં એસટી બસની સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે. અનલોક એકથી ધીમે ધીમે એસટી બસનું સંચાલન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પહેલા એક્સપ્રેસ બસ ત્યાર બાદ પ્રીમિયમ બસ સેવા અને હવે ગામડામાં ચાલતી લોકલ બસ સેવાને શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

રાજ્યમાં લોકડાઉન બાદ એસટી બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. પણ અગાઉની જેમ એસટી બસ ચાલુ થતાં જ બસ દ્વારા અકસ્માતનાં કિસ્સાઓ પણ હવે વધવા લાગ્યા છે. આવો ફરી એક કિસ્સો અમદાવાદ બન્યો છે. સીટીએમ હાઈવે પર રસ્તો ક્રોસ કરતાં એક યુવકને એસટી બસ દ્વારા જોરદાર ટક્કર લાગી હતી. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે પર જ મોત નિપજ્યું હતું. અમદાવાદના નારોલ-નરોડા હાઇવે પર સીટીએમ પાસે ગ્રીનમાર્કેટની સામે અમદાવાદથી વડોદરા જતી એસટી બસે એક રાહદારીને પોતાની અડફેટે લીધો હતો.

ટક્કર આટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મૃતક વહેલી સવારે શાકભાજી લેવા આવ્યો હતો. અને રસ્તો ઓળગવા જતાં એસટી બસની અડફેટે આવ્યો હતો. ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અજાણ્યાં વ્યક્તિના પરિવારની પણ તપાસ શરૂ કરી એસટી ચાલકને પકડવાની કામગીરી શરૂ કરી છે. એસટી બસ દ્વારા અવારનવાર અકસ્માતનાં કિસ્સાઓ સામે આવતાં રહે છે. અને અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતાં રહે છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

20200906_124432.jpg

Right Click Disabled!