સસ્પેન્ડ કરાયેલા શિક્ષકો અને આચાર્યને ક્લીનચીટ

સસ્પેન્ડ કરાયેલા શિક્ષકો અને આચાર્યને ક્લીનચીટ
Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલિસબ્રીજ શાળામાં પરીક્ષા લેવાના મુદ્દે એનએસયુઆઇએ હોબાળો મચાવ્યા બાદ સસ્પેન્ડ કરાયેલા શિક્ષકો અને આચાર્યનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવ્યું છે અને તપાસ કમિટિએ ક્લીનચીટ આપી છે.પરંતુ કેટલાક લોકો આવ્યા અને બાળકોને એક વર્ગમાં લઇ ગયા શિક્ષકોનો વાંક એ છે કે તેમણે બાળકોને શાળામાં આવતા અટકાવ્યા નહીંઅમદાવાદ કોર્પોરેશન સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓ દેખાતા એનએસયુઆઈએ હોબાળો મચાવ્યો હતો. અને કોર્પોરેશને કાર્યવાહી કરીને આચાર્ય પ્રીતિબેન પાંડેને સસ્પેન્ડ કર્યા હતા. તો ચાર શિક્ષકોને શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. આ તપાસ કમિટીએ બે દિવસની તપાસ બાદ આચાર્ય અને ચાર શિક્ષકોને ક્લીનચીટ આપી છે.

તપાસ રિપોર્ટમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા ન હતા. પરંતુ શિક્ષકોને જોઈને કેટલાક વિદ્યાર્થીઓ કેટલીક ક્વેરી સોલ્વ કરવા આવ્યા હતા. જો શિક્ષકોએ વિદ્યાર્થીઓને બોલાવ્યા હોત તો 40 જેટલા બાળકો ન હોત. દરેક કલાસના વિદ્યાર્થીઓ ગણીએ તો વધુ થાય. બાળકો તેમના શિક્ષકો સાથે વાત કરતા હતા. પરંતુ કેટલાક લોકો આવ્યા અને બાળકોને એક વર્ગમાં લઇ ગયા.. શિક્ષકોનો વાંક એ છે કે તેમણે બાળકોને શાળામાં આવતા અટકાવ્યા નહીં. આમ માફીપત્ર બાદ શિક્ષકોને ક્લીનચીટ આપી દેવાઈ.વાસ્તવિકતા એ છે કે, રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા એકમ કસોટીના પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીનીઓનું મ્યુનિપલ શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના ઘેર જઈને વિતરણ કરવાની સૂચના અપાઈ હતી.

તેમ છતાં એલિસબ્રીજ શાળા નંબર-સાત, આઠમાં આચાર્ય તેમજ શિક્ષકોએ શાળામાં બોલાવીને તેમને કેવીરીતે એકમ કસોટીમાં આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ લખવા એ શીખવવામાં આવી રહ્યું હતું. આ સમયે કેટલાક લોકોને ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો શિક્ષણ મેળવે એ ન ગમતા આખી કાર્યવાહીનો વિડીયો ઉતારી વાઈરલ કર્યો હતો. જો કે હવે તપાસ કમિટીના રિપોર્ટ બાદ ગરીબ બાળકોના શિક્ષણની ચિંતા કરનાર શિક્ષકો અને આચાર્યને ક્લીનચીટ મળતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

22_08_2018-22bly204_18340164_134123.jpg

Right Click Disabled!