સહસ્ત્ર તરૂવન ખાતે વૃક્ષારોપણ કરી હરિયાળા પ્રકલ્પને બિરદાવતાં મંત્રી દિલીપ ઠાકોર

Spread the love

હારીજ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી બાદ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર પાટણ ખાતે સહસ્ત્ર તરૂવનની મુલાકાતે આવ્યા હતા. જેના સ્થળ નિરિક્ષણ બાદ વૃક્ષારોપણ કરી મંત્રીશ્રીએ આ ઉમદા પ્રોજેક્ટ માટે જિલ્લા વહિવટી તંત્રની પ્રશંસા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના મિશન ગ્રીન પાટણના સંકલ્પને સાર્થક કરતાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી સરસ્વતી નદીના કિનારે સહસ્ત્ર તરૂવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના પ્રથમ ચરણમાં કારગીલ વિજય વન અને દ્વિતીય ચરણમાં ઓક્સિજન પાર્ક એટલે કે પીપળ વન તૈયાર કરવામાં આવ્યું છે.

પાટણને હરિયાળું બનાવવાની દિશામાં મહત્વના સોપાન એવા સહસ્ત્ર તરૂવનની મુલાકાત લઈ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું. સાથે જ પારિજાતના વૃક્ષનું વાવેતર કરી વિશાળ જગ્યામાં તૈયાર થઈ રહેલા આ હરિયાળા પ્રકલ્પ માટે જિલ્લા વહિવટી તંત્ર તથા સ્વૈચ્છીક સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી. આ મુલાકાત દરમ્યાન જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે સમગ્ર પ્રોજેક્ટ અંગે કેબિનેટ મંત્રીશ્રીને અવગત કર્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ તથા ચીફ ઑફિસરશ્રી દ્વારા મિયાવાકી પદ્ધતિ, પ્લાન્ટેશન તથા સિંચાઈ માટેની વ્યવસ્થા સહિતની જાણકારી આપી હતી.

જય આચાર્ય

Right Click Disabled!