સાણંદ GIDCમાં લાગેલી આગ બની બેકાબૂ

સાણંદ GIDCમાં લાગેલી આગ બની બેકાબૂ
Spread the love

જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગેલી ભીષણ આગ બેકાબૂ બની છે. અમદાવાદના ર૭ સહિત ૩ર જેટલા ફાયર બ્રિગેડના વાહનોની મદદથી આગ પર નિયંત્રણનો પ્રયાસ થઇ રહ્યો છે. આગ એટલી ભીષણ બની છે કે, પાંચ કિમી દૂરથી ધૂમાડાના ગોટેગોટા નજરે પડી રહ્યા છે. અહીં મહત્વનુ છે કે, છેલ્લા આઠેક વર્ષથી આ વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમ છતા હજૂ આ માગ પૂરી કરાઇ નથી. 125 થી વધારે કર્મચારીઓની મદદ લેવાઇ રહી છે. પોલીસ અને કંપની કર્મચારીઓની પણ મદદ લેવાઇ છે. 400 મીટરમાં ફેલાયેલી કંપની આગમાં ખાખ થઇ ગઇ છે. આગને કારણે સાણંદના GIDC વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. આગના ગોટેગોટા વાતાવરણને વધુને વધુ બિહામણું બનાવી રહ્યા છે.

ફાયર સ્ટેશન બનાવવાની માગ
સાણંદ GIDC ની ફેક્ટરીમાં લાગી આગની ઘટના સામે આવી છે. યુનિકેમ નામની કંપનીમાં લાગેલી એકા- એક ભીષણ આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા આઠેક વર્ષથી આ વિસ્તારમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરાઈ રહી છે. આ ઘટના બાદ ફાયર વિભાગ ઘટના સથળે પોહચી હતી. એકથી બે દિવસ આગ કાબૂમાં આવતા લાગશે. કંપનીમાં લાગેલી આગ 25 ટકા કાબૂમાં આવી છે. 15 લાખ લીટર સુધી પાણીનો મારો ચલાવાયો છે..હજુ પણ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે

અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા એ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સીધી સૂચનાને પગલે એન.ડી.આર.એફ.ની ટુકડી મોકલવામાં આવી છે. એન.ડી.આર.એફની ટીમ બચાવ રાહત કામમાં જોડાઈ છે. ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. કલેકટરના જણાવ્યા મુજબ અગ્નિશમન માટે 36 થી વધુ ફાયર ફાઇટર વાહન અને 270થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા છે. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે જ્યાં ૩૫ એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે.

શોર્ટ સર્કિટના કારણે આગ હોવાનું પ્રાથમિક તારણ
અહીં રોબોટની મદદી આ આગને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, પવનને કારણે આગ વધુ ફેલાઈ હતી. હજૂ પણ એક-બે દિવસ લાગી શકે છે ડાયપર સેનેટાઈઝરનું કાચુ મટિરિયલ હોવાથી સમગ્ર કંપની આગની લપેટમાં આવ્યું છે. આ આગ શોટ સર્કિટને કારણ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

firentitled-1-1024x695.jpg

Right Click Disabled!