સાપુતારા સહિત તળેટીમાં સોમવારે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા જારી

મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની રિસામણી બાદ શનિવારે ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વરસાદી ઝાપટા જારી રહેતા જગતનો તાત ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.વરસાદે ઘણા સમયથી વિરામ બાદ છુટા છવાયા વિસ્તારોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપે વરસાદ વરસી પડતા ઘણા સમયથી સુકીભટ્ટ બનેલી ધરતી તરીતૃપ્ત બની નવપલ્લીત થતા આહલાદક વાતાવરણ ઊભું થવા પામ્યું હતું.
ગિરીમથક સાપુતારા ખાતે દિવસભર વરસાદી હેલી વચ્ચે ગિરિકન્દ્રામાં ધૂમમ્સની ચાદર પથરાય જતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા,જેને પગલે ઈદ ની રજા માણવા આવેલા સહેલાણીઓ નો આનંદ બેવડાયો હતો.જોકે કોરોના મહામારીનો ગ્રહણ ગિરિમથક સાપુતારા ને પણ નડતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)
