સાબરકાંઠાના મીડીયાકર્મીને માસ્ક પહેર્યું હોવા છતાં દંડ ફટકારતાં પોલીસની કામગીરીથી ફિટકાર

Spread the love

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મીડીયાકર્મીને માસ્ક પહેરૂલુ હોવા છતાંય ચીલોડા રોડ પર પોલીસ દ્ગારા દંડ ફટકારવામાં આવતાં ખાખી વર્દીનો જનતાને પરેશાન કરવાનો એક બનાવ ચંદ્રાલા નજીકમાં બનવા પામતા પોલીસ ની દાદાગીરીનો આ બનાવ ચંદ્રાલા અને પંથકમાં ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વતની અને દૈનિક પેપરમાં પત્રકાર પંકજકુમાર અમૃતભાઈ રાવલ તા:૧૪/૦૭/૨૦૨૦ના રોજ અમદાવાદ થી હિંમતનગર બાજુ પોતાની ગાડી લઈને આવી રહ્યા હતા,ત્યારે ચંદ્રાલા નજીક ગાડી ઉભી રાખી ફ્રેશ થતા હતા ત્યારે માસ્ક પહેરીને તેઓ ઉધરસ ખાતા હતા.

ત્યારે જ પોલીસે રોકી માસ્ક નાક નીચે પહેર્યો છે તેમ કહી કાયદેસર માસ્ક હોવા છતાં દાદાગીરીથી દંડ ફટકારી દેતા અને પંકજભાઈ પત્રકારની વાત પણ નહીં સાંભળતા અને તોછડી ભાષા વાપરી પોલીસે દંડ ખોટી રીતે લેતાં અન્ય લોકો પણ પોલીસની આવી દાદાગીરીથી દંગ રહી ગયા હતા અને ભાજપના રાજમાં પ્રજા ની અંગ્રેજ સરકાર જેવી નીતિ ની ઝાટકણી કાઢતાં હતા,જો કે પંકજભાઈ પત્રકારને પણ બહાર જવાનું હોવાથી અને નાદુરસ્ત તબિયતને કારણે ઉતાવળ હોવાના કારણે ખાસ માથાકૂટ માં ઉતર્યા ન હતા અને તેમના માણસે દંડની રકમ આપી રવાના થયા હતા પણ પોલીસ પ્રજાનો મિત્રના આજના આ બનાવમાં ધીરે લીરા ઉડ્યા હતા.

મનુભાઈ નાયી, પ્રાંતિજ

Right Click Disabled!