સાબરકાંઠાના 2.78 લાખ પરીવારોના ઘર આંગણે નળ કનેકશન

સાબરકાંઠાના 2.78 લાખ પરીવારોના ઘર આંગણે નળ કનેકશન
Spread the love
  • ટ્રાયબલ વિસ્તારોમાં ખેડબ્રહ્મા-૨ યોજના થકી પાણીના કાયમી સોર્સની સમસ્યા ઉકેલી

સાબરકાંઠા જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે નળ કનેકશનથી પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની ૯૫૩ યોજનાઓ થકી ઘરે-ઘરે પાણી પંહોચાડવાનું આયોજન હાથ ધરાયું છે. સાબરકાંઠા જિલ્લામાં વાસ્મો દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની યોજનાઓ અમલમાં મુકાઇ છે. જેમાં અત્યાર સુધી સંપ, બોરવેલ તેમજ હેન્ડપંપ સહિતના પાણીના સ્ત્રોત મારફતે પાણી ઉપલબ્ધ કરાવાતું હતું. હવે રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર-આંગણે જ નળ કનેક્શનથી પાણી મળે તે માટે ‘ જલ જીવન મિશન’ અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ ઘરે- ઘરે શુધ્ધ પાણી પહોંચાડવાનુ કામ હાથ ધર્યુ છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી જિલ્લાના ૨,૭૮,૮૪૨ પરીવારોને પોતાના ઘર આંગણે પાણી મળી રહ્યુ છે.

જિલ્લામાં અત્યાર સુધી પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા ૯૫૩ યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં જિલ્લાના આદિજાતી વિસ્તારોના છુટાછવાયા ઘરોને પાણી મળી રહે તે માટે હેન્ડ પંપ અને અન્ય પાણીના સ્ત્રોત ઉભા કરાયા છે. જ્યારે જિલ્લાના ખેડબ્રહ્માના ૧૪૩૨૦, પોશીના ૫૬૮૬ અને વિજયનગરના ૮૧૫૯ આદિજાતિ ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત ઘર આંગણે નળ કનેક્શન અપાયા છે. અન્ય પાંચ બીન આદિજાતિ તાલુકાઓમાં ૨,૫૦,૬૭૭ ઘરોને ઘર આંગણે પાણી મળી રહ્યું છે. ખેડબહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં પાણીની કાયમી તંગી નિવારવા પાણી પુરવઠા વિભાગ દ્રારા ખેડબ્રહ્મા ભાગ -૨ જુથ યોજના કાર્યન્વીત કરતા ટ્રાયબલ વિસ્તારના લોકોને ખુશીઓની ભેટ મળી છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200709-WA0263-1.jpg IMG-20200709-WA0265-2.jpg IMG-20200709-WA0264-0.jpg

Right Click Disabled!