સાબરકાંઠામાં વિદેશ પ્રવાસ કરીને જિલ્લામાં આવેલા ૧૯૮ પ્રવાસીઓની ઓળખ કરાઇ કલેકટર સી.જે.પટેલ

Spread the love

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્ર સજ્જ

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે લેવાયેલ પગલાની પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા સાબરકાંઠા કલેકટરશ્રી સી.જે.પટેલે જણાવ્યું. નાગરિકોએ કોરોના વાયરસથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી પરંતું ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે તે જરૂરી છે.
કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિગત આપતા કહ્યુ હતું કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સાબરકાંઠા આરોગ્ય અને વહિવટી તંત્ર સજ્જ છે જેમાં જિલ્લાની સિવિલ હોસ્પિટલની પ્રાથમિક તપાસ કરી તેમાં ૬૦ પથારીની ક્ષમતાવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે જરૂરીયાત જણાય અન્ય ચાર ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપરાંત જો જિલ્લામાં શંકાસ્પદ કેસ જણાય તો તેના સંપર્કમાં આવેલ સબંધીઓને કોરોન્ટાઇન કરાશે જેના માટે હિંમતનગરની સમરસ હોસ્ટેલ, સાબર સ્ટેડિયમ અને પોલિટેકનક કોલેજ ખાતે અલાયદી સેવા ઉભી કરાશે. આ સાથે જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પુરતી સુવિધાઓ અને દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખી તાલીમબધ્ધ સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવાનુ આયોજન કરાયું છે.
કલેકટરશ્રીએ સ્વચ્છતા પર ભાર મુકતા જણાવ્યું કે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પુરતી સાફ-સફાઇ અને સ્વચ્છતા રાખવામાં આવે તે જરૂરી છે. જેમાં જાહેર શૌચાલય, રેલવે બસ સ્ટેશન સહિતના જગ્યાએ સાફ સફાઇ હાથ ધરાઇ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો જિલ્લામાં અસરકારક અમલ થાય અને નાગરિકોને જાગૃત કરવામાં આવે તે જરૂરી છે. તેમજ સંક્રમિત વ્યક્તિના થૂંકવાના કારણે આ રોગનો ફેલાવો થવાની શક્યતા રહેલી છે. જે ધ્યાને જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સાબરકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ થૂંકનાર ૨૩૬ થી વધુ લોકો પાસેથી રૂ. ૨૨૩૫૦થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કલેકટરશ્રીએ કહ્યું કે, બધા લોકોએ માસ્ક પહેરવા જરૂરી નથી. પરંતું જે લોકો શંકાસ્પદ છે તેમના પરિવારજનોએ માસ્ક પહેરવા જરૂરી છે. જયારે જિલ્લામાં કોઇ ધાર્મિક મેળાવડા, ડાયરો કે જાહેર કાર્યક્રમો ન યોજવા ખાસ અપીલ કરવાની સાથે વિવિધ ધાર્મિક સંપ્રદાયના વડાઓ સાથે બેઠક યોજીને ભક્તગણને અનુરોધ કરવા જણાવ્યું છે. જિલ્લામાં વિદેશ પ્રવાસ કરી આવેલા ૧૯૮ પ્રવાસીઓ તેમજ ૭૫૧ એન.આર.આઇ લોકોની ઓળખ કરવામાં આવી છે. જે પૈકી ૫૮ પ્રવાસીઓની પ્રાથમિક તપાસ કરાઇ છે.
વધુમાં તેમણે ભાર મુકતા જણાવયું હતુંકે રોગ પ્રતિરોધક (અમૃતપેય)નું વિતરણ કરાયું જેમાં ૬૦ હજારથી વધુ લોકોએ લાભ લીધો છે જયારે આગામી સમયમાં શરૂ થનાર ઉકાળા વિતરણમાં સતત પાંચ દિવસ સુધી પીવો વધુ હિતકારી હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં ૬૫ વર્ષથી વધુની વય ધરાવતા ૫૩૨૨ લોકોને ખાસ તકેદારીના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવશે. જયારે પોશીનામાં યોજાતા ગુણ ભાંખરી મેળોને સ્થગિત કરાયો છે. જયારે જિલ્લામાં આવેલ ઔધોગિક એકમોના મજૂરોની પણ તપાસ હાથ ધરવામાં આવશે એમ કલેકટર શ્રીએ ઉમેર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ, આરોગ્ય અધિકારીશ્રી રાજેશ પટેલ સહિત પત્રકારમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશથી આવેલા પ્રવાસીઓની વિગત
ક્રમ દેશ પ્રવાસીઓ
૧ ચીન  ૩૯
૨ સિંગાપોર ૧૮
૩ થાઇલેન્ડ ૭
૪ કેનેડા ૪
૫ સાઉદી એરબીયા ૧૨
૬ યુ.એસ.એ ૬
૭ ઓસ્ટ્રેલિયા ૧
૮ નેપાલ ૮૦
૯ જર્મની ૩
૧૦ ઇન્ડોનેશિયા ૯
૧૧ પેરિસ ૧
૧૨ દુબઇ ૧૪
૧૩ ઇગ્લેન્ડ ૨
૧૪ કુવૈત ૧
૧૫ હોંગકોંગ ૧
૧૬ મક્કા-મદીના ૩
કુલ ૧૯૮

Right Click Disabled!