સાબરકાંઠા આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની ઓનલાઇન હરાજી

Spread the love
  • સીરીઝ GJ-09-DD,DF, DE , DG અને GJ09BF,BG,BH હરાજી

સાબરકાંઠામાં વાહનોના નંબરની ઓનલાઇન હરાજી કરવાની છે. તા. ૧૨ ઓક્ટોબર ૨૦૧૭ના પરીપત્ર મુજબ અગાઉ આ હરાજી મેન્યુઅલ ચાલતી ઓક્શન પ્રક્રિયાને બંધ કરી સરળ,નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઇન ઇ-ઓક્શન પ્રક્રિયાનું અમલીકરણ કરવાનું થાય છે. જેના ભાગ રૂપે સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09 DD,DF,DE,DG અને GJ09 BF,BG,BHમાં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઇ – ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકે તેમના વાહનની સેલ તારીખ તથા વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે મુજબ દિન-૭માં રજીસ્ટ્રેશન કરાવી વેબ સાઇટ HTT:/Parivahan.gov.in/fancynumber પર ઓનલાઇન સી.એન.એ કરી ઇ-ઓકસનમાં ભાગ લઈ શકાશે.

પ્રક્રિયા તા. ૧૧,૧૨,૧૩ ઓગસ્ટ ૨૦૨૦ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા.૧૪ અને ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. તા. ૧૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ઇ-ઓક્સનના ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. વધુમાં સફળ અરજદારો દ્રારા વધારાની ભરપાઇ કરવાની રકમ રસીદ સાથે દિન-૦૫માં જમા કરાવવાના રહેશે. આ સિવાયની અરજીઓ નામંજૂર કરવામાં આવશે. વાહનની સેલ તારીખ અને વિમા તારીખએ બે માંથી જે વહેલુ હોય તે જ અરજદારો પસંદગીના નંબર માટે ૬૦ દિવસ સુધી ઇ-ઓક્સનમાં ભાગ લઈ શકશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Right Click Disabled!