સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
Spread the love

૫મી સપ્ટેમ્બર દેશમા શિક્ષક દિન તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં ઉજવાય છે અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના તાલુકા અને જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. હિંમતનગરની જૈનાચાર્ય સ્કૂલ ખાતે ગુજરાત ગૌણ સેવા મંડળના ચેરમેનશ્રી અસિત વોરાની અધ્યક્ષતામાં સારસ્વતોનો સન્માન સમારોહ યોજાયો હતો.

ચેરમેનશ્રી અસિતભાઇ વોરાએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતુ કે, શિક્ષક માત્ર શિક્ષણ જ નથી આપતો પરંતુ સુસંસ્કૃત સમાજના નિર્માણનુ ભગિરથ કાર્ય પણ શિક્ષક કરે છે. માનવ જીવન ઉત્કર્ષ શિક્ષકને આભારી છે.માતા બાળકને જન્મ આપવાનું કામ કરે છે પણ તેનું ધડતર તો શિક્ષકને આભારી હોય છે. બાળકમાં રહેલા શ્રેષ્ઠ ગુણો શિક્ષણ અને સંસ્કાર થકી બહાર લાવવાનું કામ; શિક્ષક જ કરે છે માટે દરેક શિક્ષક સમાજમાં વંદનિય અને પુજનીય છે. શિક્ષકને ‘માસ્તર’ કહેવાતા જેનો અર્થ થાય છે મા ના સ્તરનું. ભારતીય પરંપરા મુજબ ગુરૂ જ બ્રહ્મા, વિષ્ણુ મહેશ છે. બાળકનુ શ્રેષ્ઠ માતા-પિતા અને ગુરૂ જ ઇચ્છી શકે.

વધુમાં જણાવતા ચેરમેનશ્રીએ ઉમેર્યું હતું કે, શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે શિક્ષણનો વ્યાપ અને મહત્વ વધે તે માટે તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીએ ગુજરાતમાં શાળા પ્રવેત્સવ અને ગુણોત્સવની શરૂઆત કરી હતી. બાળકના સર્વાંગી વિકાસ માટે તેમણે ખેલ મહાકૂંભની શરૂઆત કરી હતી. આ સાથે બાળકના માનસિક વિકાસની ચિંતા કરી બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ તેનો માનસિક અને શારિરીક વિકાસ થાય તે માટેની વ્યવસ્થા કરી છે. આ સાથે શિક્ષણમાં નવુ પરીવર્તન આણ્યું છે.

પ્રાથમિક શિક્ષણ ફરજીયાત માતૃભાષામાં કરી શિક્ષણને નવા આયામો આપવાનું કામ કર્યું છે. આ પ્રસંગે ઇડર ડાયેટના પ્રાચાર્યશ્રી પુરણિયાએ જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લો શિક્ષણની ખાણ જેવો છે. જિલ્લાએ અનેક શ્રેષ્ઠ શિક્ષકો અને અગ્રણી સમાજને આપ્યા છે. તેમજ તેમણે માતૃભાષાના શિક્ષણ પર ભાર મુક્તા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગુજરાત શિક્ષણનું રોલ મોડલ બનશે. તેમજ શિક્ષકોએ સતત શિક્ષણની સેવામાં કાર્યરત રહેવું જોઇએ. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસે જણાવ્યું કે, શિક્ષક સમાજના શિલ્પી હોય છે. શિક્ષકનું સન્માન એ સમાજની જવાબદારી હોય છે.

સાબરકાંઠા શ્રેષ્ઠ શિક્ષણ માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે અને ભવિષ્યમાં પણ આજ રીતે આગળ વધશે એ માટે તામામ શિક્ષકો પ્રયત્નશીલ રહેશે. આ કાર્યક્ર્મમાં વિધાસહાયકોને પુરા પગારના હુકમો મહાનુભવોના હસ્તે એનાયત કરાયા હતા. આ પ્રસંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ડારેક્ટરશ્રી રાજુભાઇ ઐયર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.એલ. મોદી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હર્ષદભાઇ ચૌધરી તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્ર્મમાં સંપૂર્ણ કોરોનાની ગાઇડલાઇન અને સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે કાર્યક્ર્મ યોજાયો હતો.જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકનુ સન્માન પ્રાપ્ત કરનાર શિક્ષકોની યાદી…

તાલુકા કક્ષા

પ્રજાપતિ ગોરધનભાઇ મોહનભાઇ, અમરાપુર પ્રાથમિક શિક્ષક
પટેલ રાજેશભાઇ અંબારામભાઇ, રાજપુર (નવા) પ્રાથમિક શિક્ષક
પટેલ હાર્દિક નવીનચંદ્ર, રાવોલ પ્રાથમિક શિક્ષક ઇડર
પરમાર મહેંદ્રભાઇ કોદરભાઇ, ધારપુર

જિલ્લા કક્ષા

સાધુ રમેશકુમાર મોહનલાલ સાબલી, ઇડર સી.આર.સી
ભાવિનકુમાર જ્યંતિભાઇ પટેલ (મા.શિ) સલાલ મદદનિશ શિક્ષક
ગોપાત સુભાષભાઇ વીરજીભાઇ, પીપલોદી વિજયનગર પ્રાથમિક શિક્ષક

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200905-WA0197-2.jpg IMG-20200905-WA0191-1.jpg IMG-20200905-WA0194-0.jpg

Right Click Disabled!