સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ઉજવાય એ માટે કલેકટરને આવેદન

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સાબરકાંઠા ધ્વારા સંપૂર્ણ જિલ્લામાં તેમજ ગુજરાત માં સનાતાનીઓ એ પ્રશાસન ની ગાઈડ લાઈન નું પાલન કરી સંપૂર્ણ રીતે ધાર્મિક તહવારો ઘર માં ઉજવ્યા અને સાર્વજનિક ઉત્સવો જે પરંપરા મુજબ ચાલતા હતા એ પણ પ્રશાસન એ બંદ કરાવ્યા બીજી બાજુ રાજકીય રેલીઓ ખુલ્લે આમ થઈ રહી હોય હવે કોરોના કાળ સમાપ્તિ ના આરે છે એવો સંકેત મળતો હોય હિન્દુ આસ્થા નો પરંપરાગત નવરાત્રી મહોત્સવ ઉજવવા ની અનુમતી પ્રશાસન આપે અને સામાન્ય જનતા ને પડતી મુશ્કેલીઓ માં થી પણ રાહત થાય તેવી વિનંતી કરતુ આવેદન પત્ર કલેકટર સાહેબ શ્રી ને સોપવામાં આવ્યુ .
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના આગેવાનો અને કાર્યકર્તા ઓ જેમાં ઉત્તર ગુજરાત પ્રાંત ના મહામંત્રી શ્રી જયંતીભાઈ પટેલ , ધર્મ રક્ષા પરિષદ સાબરકાંઠા અધ્યક્ષ ભાર્ગવ ભાઈ દવે , જગતસિંહ પરમાર , જીજ્ઞેશભાઈ શુક્લ , મુકેશગીરી ગોસ્વામી, પ્રવીણસિંહ રાજપૂત , નીતિનભાઈ ઠાકુર , પ્રદીપભાઈ પંડ્યા , દિનેશભાઈ સોનગરા, અનિલભાઈ વણઝારા , મુકેશભાઈ મોદી , દીપ ઉપાધ્યાય, સચીનભાઈ સુથાર , મયુરભાઈ ભાટિયા અને ડોલર ભાઈ મકવાણા સહિત બીજા ગણા ધર્મ પ્રેમી હિન્દુ ભાઈઓ હાજર રહ્યા હતા .
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
