સાબરકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા દ્રારા આયુર્વેદિક દવાઓ અને ઉકાળાનુ વિતરણ

Spread the love
  • જિલ્લાના ૧૦.૪૧ લાખ નાગરિકોએ આયુર્વેદિક દવાઓનો લાભ લીધો

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્ર્મણને રોકવા માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા યુધ્ધના ધોરણ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના સંક્ર્મણથી જિલ્લાની જનતાના રક્ષણ માટે જિલ્લા પંચાયત અને હિંમતનગ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્ર્મે આયુર્વેદિક દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ૧૦૪૧૧૫૦ નાગરીકોએ આયુર્વેદિક દવાઓનો લાભ લીધો હતો.

કોરોના વાયરસના સંક્ર્મણથી બચવા માટે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધે તે માટે આયુષ મંત્રાલય દ્રારા દેશના નાગરીકો આયુર્વેદ તરફ વળે અને આપણી ભારતીય યોગ પધ્ધતિ અપનાવી અમૃત પેય – આયુર્વેદિક ઉકાળ યોગ પ્રાણાયામ વગેરે દ્રારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે તે માટે વારંવાર જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની જનતાને કોરોના સામે રક્ષણ આપવા માટે સાબરકાંઠા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્રારા ૬,૨૭,૨૫૫ લોકોને અમૃતપેય ઉકાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોમિયોપેથિ દવાનુ ૩,૬૩,૧૨૬ લોકોને જ્યારે ૫૩૩૬ લોકોને ઉકાળાના પેકેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સંસમની વટી ૧૩૬૩૩ લોકોને વિતરીત કરાઇ હતી જ્યારે ૩૧૮૦૦ લોકોને આ વિષયનુ શિક્ષણ આપીને સમજાવામાં આવ્યા હતા.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Right Click Disabled!