સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
Spread the love

હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર શ્રી સી.જે.પટેલની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.
જેમા સાસંદ અને ધારાસભ્યશ્રીઓના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી જેને સમયમર્યાદા પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં કોરોના વાયરસ અંગે લોકજાગૃતિની સધન કામગીરી હાથ ધરવા ખાસ અપીલ કરી હતી. જેમાં આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગ પણ જોડાઇને અસરકારક પગલા લેવામાં આવે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસવડા શ્રી ચૈતન્ય માંડલીક, નિવાસી અધિક કલેક્ટર શ્રી વી એલ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડામોર, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

Right Click Disabled!