સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી મુલત્વી રહેતા કસ્ટોડીયન તરીકે આર.એ.મકવાણા નિમાયા

સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી મુલત્વી રહેતા કસ્ટોડીયન તરીકે આર.એ.મકવાણા નિમાયા
Spread the love

સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘન વ્યક્તિ કમિટી સભ્યોની આગામી તા.22મી માર્ચે યોજાનારી ચૂંટણી વર્તમાન કોરોના કહેરના સંજોગોમાં રાજ્ય રજિસ્ટ્રાર, ગાંધીનગરના આદેશ મુજબ મુલત્વી રાખવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘના કસ્ટોડીયન તરીકેનો ચાર્જ અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) આર.એ.મકવાણાએ રજિસ્ટ્રાર, ગાંધીનગરના આદેશ મુજબ તા.20.3.2020ના રોજ સાંભળી લીધો છે.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આજે તા.22 મીએ યોજાવાની હતી.આ સંઘમાં કેટલાક સભ્યો બિન હરીફ ચૂંટાયા પછી હજુ પાંચ તાલુકાના પાંચ ડિરેક્ટરોની ચૂંટણી થવાની હતી.જેમાં ઇડર,હિંમતનગર, તલોદ,પ્રાંતિજ અને વડાલી તાલુકામાંથી એક એક પ્રતિનિધિ માટે ચૂંટણી યોજાવાની હતી.જે હવે મુલત્વી રહી છે અને કસ્ટોડીયનની નિમણૂક કરવામાં આવી છે.

પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)

IMG-20200321-WA0053.jpg

Right Click Disabled!