સાબરકાંઠા પોલીસની નવતર પહેલ, તમામ પોલીસ સ્ટેશનોમાં પારદર્શક એક્રેલીકની બેરીકેટ લગાવામાં આવી

સાબરકાંઠા પોલીસની નવતર પહેલ, તમામ પોલીસ સ્ટેશનોમાં પારદર્શક એક્રેલીકની બેરીકેટ લગાવામાં આવી
Spread the love

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા સમયમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્રારા કોરોના સંક્ર્મણને રોકવા માટે જિલ્લાના પોલીસ સ્ટેશનમાં જ્યાં લોકોની અવર-જવર વધુ હોય તેવા ફરીયાદ ટેબલ પર પારદર્શક એક્રેલીકની બેરીકેટ લગાવામાં આવી છે. પોલીસ સ્ટેશને આવતા લોકો અને ફરીયાદ ટેબલ પર બેસતા પોલીસ કર્મિને બંનેના સ્વાસ્થ્ય ને ધ્યાને લેતા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પારદર્શક એક્રેલીકની બેરીકેટ લગાવામાં આવી છે. જેથી કોરોના વાયરસના સંક્ર્મણને ફેલાતુ રોકી શકાય. આ પહેલથી નાગરીકો તેમજ પોલીસ કર્મિઓ બંનેની સુરક્ષા થઈ શકશે.

કોરોના વાયરસનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો હોઇ તેમજ પોલીસ કર્મિઓ દિવસ-રાત કાયદાના પાલન માટે અનેક જગ્યાએ જતા-આવતા હોય છે સાથે પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે. આ બાબતોને ધ્યાને લઈ જિલ્લા પોલીસ અને નાગરીકો બધાના સ્વાસ્થ્ય સચવાય અને કોરોનાનો ફેલાવો અટકે તે માટે આ પહેલ કરવામાં આવી છે. જેથી લોકો એકબીજાના સિધા સંપર્કમાં ના આવે પરંતુ તેમની ફરીયાદ યોગ્ય રીતે કરી શકે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

FB_IMG_1577447286519-2.jpg IMG-20200715-WA0253-0.jpg IMG-20200715-WA0252-1.jpg

Right Click Disabled!