સાબરકાંઠા બેંકની 62મી વાર્ષિક સાધારણ સભા હર્ષોલ્લાસ સાથે સંપન્ન

સાબરકાંઠા બેંકની 62મી વાર્ષિક સાધારણ સભા હર્ષોલ્લાસ સાથે સંપન્ન
Spread the love

સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન તેમજ લોક હદયમાં સ્થાન પામેલી ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લઈ. હિંમતનગરની ૬૨મી વાર્ષિક સાધારણ સભા,સાબરડેરી ઓડિટોરિયમમાં તા.૨૧-૦૯-૨૦૨૦ના રોજ બેન્કના યુવા અને ઉત્સાહી ચેરમેન શ્રી મહેશભાઈ પટેલના પ્રમુખ સ્થાને કોરોના મહામારીના કારણે રૂબરૂ યોજી શકાય તેમ ન હોઈ ડિજિટલ માધ્યમથી યોજાઈ. આ પ્રસંગે લદાખ બોર્ડર ઉપર ચીન સામે થયેલા અથડામણમાં શહીદ થયેલા આપણા વીર જવાનો,વૈશ્વિક કોરોના મહામારીમાં પોતાનું અમૂલ્ય જીવન ગુમાવનાર સૌ બાંધવો તથા ભારતના માનનીય પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય પ્રણવ મુખરજીના પરમ ધામગમનને દરેકે દરેકે જગ્યા પર ઉભા થઇ મૌન પાડી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

અટલ પેંશન યોજનામાં બેંકે કરેલ કામગીરી અન્વયે ભારત સરકારશ્રીના PFRDA દ્વારા ચેરમેનશ્રીને આઉટપર્ફોર્મર એવોર્ડ તથા બેસ્ટ પર્ફોર્મિંગ કો.ઓ.બેન્કનો APY ચેલેન્જર્સ કપ મળેલ છે જે બેન્કના વાઇસ ચેરમેનશ્રી અને માનદ મેનેજીંગ ડિરેક્ટરશ્રી દ્વારા માનનીય ચેરમેનશ્રી મહેશભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. બેસ્ટ પર્ફોર્મિંગ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્કના માનનીય ચેરમેનશ્રીએ બેન્કના ચીફ એકઝુકેટિવશ્રીને અર્પણ કરેલ.

આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ સ્વાગત પ્રવચનમાં બેન્કના ચેરમેનશ્રી એ તાજેતરમાં સરકારશ્રી દ્વારા જાહેર કરેલ ખેડૂતલક્ષી સાત પગલાઓ અંગે વિસ્તૃત છણાવટ કરી તેમ જ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રથમ બે પગલાં ખેડૂતોના ખેતરમાં ગોડાઉન તથા ખેતીનો માલ બજાર સુધી પહોંચાડવા માટે વાહન ખરીદીમાં સરકારશ્રી દ્વારા સહાય મળનાર છે તથા બેન્ક પણ આ બન્ને યોજનાઓમાં ખેડૂતોને યથાર્થ મદદ અને માર્ગદર્શન આપશે.

બન્ને જિલ્લામાં સહકારી પ્રવૃત્તિએ કોરોના મહામારીમાં પણ સભાસદો,ખેડૂતો સાથે ખભે ખભા મિલાવીને આર્થિક પ્રવૃત્તિ સતત ચાલુ રાખી મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે.ખેડૂતો દ્વારા ૯૯% ઉપરાંતની વસુલાત આપી બેંકને સક્ષમ બનાવવામાં ફાળો આપેલ છે તે બદલ ચેરમેનશ્રી એ સભાસદો અને ખેડૂતોનો આભાર માન્યો હતો.
ભારત સરકારના ડીઝીટલ ભારત અભિયાનને ચરિતાર્થ કરતાં બેન્ક દ્વારા તમામ ડીઝીટલ બેન્કિંગની સુવિધા દ્વારા ઘરે બેઠા જ ૩૦૦ જેટલા સહકાર સાથી બનાવી તેમને માઈક્રો એ.ટી.એમ. આપી ગ્રામ્ય કક્ષાએ ડીઝીટલ ટ્રાંઝેકશનનો વ્યાપ વધારવામાં આવી રહેલ છે.

આ પ્રસંગે બન્ને જિલ્લાના ૧૩ જેટલા તાલુકાઓ સૌથી વધુ કે.સી.સી. અને ૧૦૦% ધિરાણ વસુલાત કરનાર મંડળીઓના પ્રતિનિધિઓને બેન્કના ચેરમેનશ્રી અને બોર્ડ ઓફ ડિરેકટર દ્વારા સન્માનીત કરવામા આવ્યા હતા. બેન્કના ચીફ એક્ઝિક્યુટિવશ્રી એચ.પી.નાયક દ્વારા એજન્ડા ઉપરના તમામ કામો હાથ ધરાતા સભાસદો સર્વાનુમતે અનુમોદન કરાતા સહકારીતાના દર્શન થયા હતા. અંતમાં બેન્કના માનનીય વાઇસ ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ એન.ભાટીએ ડીઝીટલ માધ્યમથી ઉપસ્થિત તમામ સભાસદો અને સહકારી આગેવાનોનો આભાર માની મિટિંગનું કામકાજ પૂર્ણ જાહેર કરેલ.

મનુભાઈ નાયી (પ્રાંતીજ)

IMG-20200911-WA0009-2.jpg IMG-20200911-WA0010-1.jpg IMG-20200911-WA0008-0.jpg

Right Click Disabled!