સાબરકાંઠા : વડાલી તાલુકામાં અચાનક વાતાવરણમા પલટો, મેહુલીયો મન મુકીને વરસ્યો

સાબરકાંઠા : વડાલી તાલુકામાં અચાનક વાતાવરણમા પલટો, મેહુલીયો મન મુકીને વરસ્યો
Spread the love

સાબરકાંઠા ના વડાલી તાલુકા માં આજે અચાનક વાતાવરણ મા પલટો થતા મેહુલીયો મન મુકીને વરસ્યો. વડાલી તાલુકા માં શ્રાવણ માસ ના ૧૭ દિવસ બાદ વરસાદ મન મુકીને વરસ્યો હોય તેવું હાલ તો ખેડૂતપુત્રો માની રહયા છે. વરસાદ આવવા થી લોકો હરખ ઘેલા ખેડૂત પુત્રો માં વરસાદ આવવાથી ખુશી નો માહોલ જોવા મળ્યો. જે ચોમાસુ પાક માટે ખેડૂતો મોગા ભાવના બજાર માથી બિયારણ અને ખાતર લાવી વાવણી કરી હતી તે વરસાદ ન આવતો હોવાથી પાકની આશા અધૂરી હોય તેવુ માની રહયા હતા. પરતુ આજે ગાજવીજ સાથે વરસાદ ની શરૂઆત થતા ખેડૂતો આનંદ ની લાગણી અનુભવી રહયા હતા. આજે ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશી નો માહોલ વડાલી મા દેખાય રહયો હતો. હવે જોવા નું એ રહ્યું કે આવનાર દિવસોમાં કેટલો સારો વરસાદ પડશે. તે હાલમાં તો ખેડૂતોમા ચર્ચાઓ ચાલી રહી છે.

રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)

vadali.kiran_-2.jpg kiran-vadali-3-1.jpg kiran-vadali.2-0.jpg

Right Click Disabled!