સામી દિવાળીએ કાપડબજારમાં તેજી આવશે તેવી વેપારીઓને શ્રધ્ધા

સામી દિવાળીએ કાપડબજારમાં તેજી આવશે તેવી વેપારીઓને શ્રધ્ધા
Spread the love

સુરત કાપડબજારમાં કામકાજોમાં ગતિ આવવાની અપેક્ષાઓ છે. વેપારમાં સુધારો આવ્યો છે અને બહારગામનું ડિસ્પેચીગ પણ જળવાઈ રહ્યું છે. વચ્ચે દસ-પંદર દિવસ કામકાજો ખૂબ જ સારાં ચાલ્યા હતા પરંતુ અત્યારે વેપાર થોડો ઘટયો છે. જોકે સ્થગિત થયેલો વેપાર હવે નજીકના દિવસોમાં સડસડાટ આગળ વધશે એવો સૂર છે.

કાપડ બજારમાં પહેલા કરતા ઘણો સુધારો છે અને આ સુધારો હવે આગળ વધે તેવી પુરેપુરી શક્યતાઓ સૌ કોઇ જોઇ રહ્યા છે વેપાર તદ્દન ઠપ્પ થયો છે કે ઓછો થયો છે એવું ચિત્ર નથી વિવિગ ઉદ્યોગ એક પાળીમાંથી હવે બે પાળીની દિશા તરફ જઈ રહ્યો છે. વતનથી કારીગર વર્ગ પણ ધીરે-ધીરે પરત થઇ રહ્યો હોવાથી, કારખાનાઓનો ધમધમાટ વધ્યો છે અને બીજી તરફ મિલોમાં પણ કામકાજ વધી રહ્યું છે. કાપડ બજારનાં વેપારીઓનું બહારનું ડિસ્પેચીગ જળવાઈ રહ્યું છે. સુરતથી રોજેરોજ દોઢસોથી વધુ ટ્રકો ટેક્ષ્ટાઈલ ગુડસ્ સાથે રવાના થઇ રહી છે,

કામકાજ અત્યારે પ્રમાણમાં ઠીક છે. બહુ સારા અને બહુ ખરાબ પણ નથી. હવે આવનારા દિવસોમાં કામકાજોમાં ગતિ આવશે એવી શક્યતાઓ છે.વાસ્તવમાં તો, હજુ કોરોના સંક્રમણના કેસો બહાર આવી રહ્યાં છે. કોવિડ-૧૯ ની માર્ગ દશકાઓનું પાલન કરાવવામાં આવી રહ્યું હોવાને કારણે તેની અસરો ઓછી-વધતે અંશે દેખાઈ રહી છે. તહેવારોની ઉજવણી ઓછી થઈ ગઈ છે અને સામાજિક મેળાવડાઓ પણ મર્યાદિત હોવાને કારણે ખરીદી ઉપર આડકતરી અસરો છે.

photo_1600105632734.jpg

Right Click Disabled!