સાવરકુંડલા શહેર યુવા અગ્રણી અરમાન ધાનાણી એ જન્મ દિવસ ની અનોખી ઊજવણી કરી.

સાવરકુંડલા શહેર ના લોકપ્રીય કાર્યકર્તા અરમાન ધાનાણી એ પોતાના જન્મ દિવસ નિમિતે અલગ અલગ પ્રકારના વુક્ષ રોપણ કરી જાડ ના છોડ વાવ્યા અને રકતદાન પણ કર્યુ અરમાન ધાનાણી એ ખુબજ નાની ઊંમરે શહેર ના લોકો ના હૃદય મા બહોળુ સ્થાન ધારણ કર્યુ છે અને લોકો મા ખુબજ જાણીતા છે સાવરકુંડલા ના સેવાભાવી યુવાન અરમાન ધાનાણી હંમેશા લોકોની વચ્ચે રહેતા જોવા મળે છે ત્યારે તારીખ.5/9/2020 ના રોજ તેમનો જન્મ દિવસ હતો અને જન્મ દિવસની ઊજવણી પોતે વૃક્ષ વાવી કરી હતી અને બીજાજ દીવસે સાવરકુંડલા મા યોજોએલ શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દવારા યોજવામાં આવેલ મહા રક્તદાન કેમ્પમા પોતાના મિત્રો ને સાથે લઈ રકતદાન કરી માનવતા નુ એક ઊતમ ઊદાહરણ પુરુ પાડયું હતુ અને લોકો ને એક અલગ સંદેસ આપ્યો હતો.
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
