સાસણમાં નવા આકર્ષણો ઉમેરવા રોડમેપ તૈયાર

સાસણમાં નવા આકર્ષણો ઉમેરવા રોડમેપ તૈયાર
Spread the love

નિવાસસ્થાન સાસણમાં સિંહ દર્શન માટે દેશ-વિદેશના પર્યટકો આવે છે. ત્યારે વધુને વધુ પર્યટકોને આવે તે માટે સરકાર આકર્ષવા માટે સાસણને વધુ ડેવલપ કરવાનું આયોજન કર્યું છે. પ્રવાસીઓ માટે 26 કરોડના ખર્ચે નવા આકર્ષણો ઉમેરવા રોડમેપ તૈયાર કરાયો છે. સાસણ ગીરમાં સિંહ દર્શન દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ પ્રવાસીઓ માટે આગામી સમયમાં વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કામ શરૂ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓને આકર્ષવા વધુ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરાયું છે. નવા આકર્ષણો જોઈએ તો સાસણ નજીક સનસેટ પોઇન્ટ બનાવવામાં આવશે. દેવળીયા પાર્કમાં 30 મીટર ઊંચો ટાવર બનાવાશે.

જ્યાં દસ-વીસ મીટરે પ્રવાસીઓ બેસી શકે તેવી વ્યવસ્થા થશે અને પ્રવાસીઓ ટોપ એંગલથી સમગ્ર જંગલને જોઈ શકશે. આ ઉપરાંત ક્રોકોડાઇલ બ્રિડિંગ સેન્ટરની આસપાસની જગ્યામાં બાળકોને રહેવા જમવાની વ્યવસ્થા ઉભી કરાશે.હાલ જે સિંહ સદન છે ત્યાં શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવાશે અને ટિકિટ લેવા માટે વ્યવસ્થા સરળ કરાશે. પ્રવાસીઓને સિંહ દર્શન માટે દેવળીયા પાર્કમાં બંધ વાહનમાં લઈ જવાય છે. તેમાં યોગ્ય રીતે સિંહ દર્શન ન થતું હોવાની ફરિયાદો મળે છે.

આ માટે વ્યવસ્થિત સિંહ સહિતના પ્રાણીઓના દર્શન કરી શકે તે માટે 10 કાચની બસ મુકવામાં આવશે. સાસણમાં 26 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધામાં વધારો કરાશે. ચોમાસાની સિઝનમાં અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહે છે. અને દર વર્ષે 15 ઓક્ટોબરે ખુલ્લું મુકવામાં આવે છે. જોકે આ વર્ષે કોરોનાને કારણે પ્રવાસીઓ આવી શક્યા નથી. ત્યારે જો સ્થિતિ સુધરશે તો આવનારા દિવસોમાં પ્રવાસીઓને નવા આકર્ષણો જોવા મળશે.

li-1-960x640.jpg

Right Click Disabled!