સિધ્ધપુરમાં મહિલાઓ દ્વારા કેવડા ત્રીજના વ્રતની ઉજવણી

સિધ્ધપુરમાં મહિલાઓ દ્વારા કેવડા ત્રીજના વ્રતની ઉજવણી
Spread the love

સિધ્ધપુર શહેરમાં ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત બહેનો અને કુંવારી છોકરીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે. જેને હરિતાલીકા વ્રત તરીકે ઓળખાય છે. સરસ્વતી નદી કિનારે તથા પવિત્ર બિંદુ સરોવર ના કિનારે માટી માંથી શિવલિંગ બનાવી કેવડા ના પુષ્પ દ્વારા ભગવાન ભોળાનાથ નું પૂજન અર્ચન કરવામાં આવે છે. આ વ્રતનું શિવપુરાણમાં વર્ણન બતાવવામાં આવ્યું છે. માતા પાર્વતીએ શિવજીની કેવડાના પુષ્પો થી આરાધન કરી હતી.

કેવડાનું પુષ્પ ભગવાન શંકર ને ચડાવવું નિષેધ છે , પણ કેવડા ત્રીજના પવિત્ર દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે તો સર્વ મનોકામનાઓ પુરી થાય છે. માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે ભાવ વિભોર બની શ્રધ્ધા અને ભક્તિથી કેવડાના પુષ્પ દ્વારા પૂજા કરી હતી. આ વ્રતમાં શિવ – પરિવાર નું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારી ને કારણે બહેનો દ્વારા આ વ્રત ને સોશિયલ ડિસ્ટન્સ સાથે અને સાવચેતી પૂર્વક વિવિધ શિવાલયોમાં જઈ પૂજા અર્ચના કરી હતી.

જય આચાર્ય

IMG-20200821-WA0353.jpg

Right Click Disabled!