સિધ્ધપુર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા

સિધ્ધપુર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા
Spread the love

પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકા ના ખેડુતોએ ચોમાસુ આવતાં તમામ ખેડુતે હોંશે હોંશે વાવણી કરી હતી જેમાં મગફળી , કપાસ સહિતના પાકો નું વાવેતર કર્યું હતું. પરંતુ વાવણી બાદ વરસાદે વિરામ લેતા ખેડુતોમાં ચિંતા વધી છે. આકાશમથી ધમધમતો તડકો અને ઓછા વરસાદ ના કારણે ધરતીમાંથી આવતી ગરમ હૂંફના કારણે મગફળી હાલ મુરાજાય રહી છે. મોંઘા ભાવનું બિયારણ લઈ વાવણી કર્યા બાદ હાલ વરસાદની આતુરતા થી ખેડુતો રાહ જોઈ રહ્યા છે.

સંપૂર્ણ પાક કઈ રીતે બચાવવો તેને લઈ ખેડુતોમાં ચિંતાનો વિષય બની રહ્યો છે. તો જે ખેડૂતોને પિયત ની સુવિધા નથી તેઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. ખેતી કરતા ખેડુતના મતે ખેતી કઈ રીતે કરવી મોંઘા બિયારણ, ખાતર અને દવા તો યોગ્ય સમયે વરસાદ પણ થતો નથી. જયારે પાક તૈયાર થાય એટલે ભાવ પણ પુરતા મળતા નથી. આમાં ખેતી કરવી કઈ રીતે. આમ સિધ્ધપુર તાલુકાના ખેડૂતો એ નિરાસા વ્યક્ત કરી હતી.

જય આચાર્ય

IMG-20200804-WA0162.jpg

Right Click Disabled!