સિધ્ધપુર સરસ્વતિ નદીમાં અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ

સિધ્ધપુર સરસ્વતિ નદીમાં અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ
Spread the love
  • પસવાદળની પોળ પાસે બનેલા બાવળીયાના જંગલમાં વધુ એક યુવકની આત્મહત્યા

પ્રારંભીક માહિતી મુજબ ડીસાના રહેવાસી અંદાજે ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ સિકોતર માતાના મંદિર સામે વાંકા કુવા પાસે ઝાડીઓમાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિધ્ધપુર સિવીલમાં મોકલવાની કાર્યવાહી કરી છે સાથે મરનાર યુવકની ઓળખ પ્રસ્થાપીત કરી તેના પરિવારને જાણ કરવા પણ કામગીરી આરંભી છે. તો કયા સંજોગોમાં અને કેમ આત્મહત્યા કરી કે કોઈએ આ યુવકની હત્યા કરીને આત્મહત્યામાં ખપાવવા કોશીશ કરી છે તે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ આરંભ કરી છે.

પસવાદળની પોળ સામે નદીના પટમાં ઊગેલા ગાંડાબાવળીયા અસમાજીક તત્વો, નશાખોરો માટે સ્વર્ગ બનવા ઉપરાંત કાચા મનના લોકો માટે આત્મહત્યા કરવાનું સ્થળ બની ગયું છે આ અગાઉ એક યુવાન કપલ તથા એક યુવક આ સ્થળે આત્મહત્યા કરી ચુકયા છે. નગરપાલીકાએ બાવળ કાપવાનો કોન્ટ્રાકટ પણ આપ્યો હતો પરંતુ કોરોનાને લઈને કામ આગળ વધ્યુ નથી.

જય આચાર્ય

IMG-20200808-WA0313.jpg

Right Click Disabled!