સી. આર. પાટીલનો ભાવનગર અમરેલી બોટાદનો પ્રવાસ રદ્દ

સી. આર. પાટીલનો ભાવનગર અમરેલી બોટાદનો પ્રવાસ રદ્દ
Spread the love

ગાંધીનગર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો, તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું ભાજપ કાર્યકરો માની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પાટીલનો બીજા તબક્કામાં સ્વાગત સન્માન તેમજ રેલીનો કાર્યક્રમ હતો.

તારીખ 9 અને 10ના રોજ પાટીલ ભાવનગરમાં નારી ચોકડીથી કાર રેલી દ્વારા સ્વાગત સન્માન બાદ શહેરભરમાં રેલી ફરે અને સરદારનગર ઓડિટોરિયમમાં કાર્યકરો સાથે મિલન મુલાકાત અને સંવાદ તેમજ પ્રબુદ્ધ નાગરિકોને પણ મળશે તેવો કાર્યક્રમ ઘડાયો હતો. ત્યાં હાલ પ્રવાસ કાર્યક્રમ મોફૂક રાખવામાં આવ્યો છે. જ્યારે, અમરેલી અને બોટાદનો પ્રવાસ મોફૂક રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે,સાબરકાંઠા-અરવલ્લીના જાહેર કાર્યક્રમો મોકૂફ ભાજપના મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર કાર્યક્રમો મોકૂફ રાખી માત્ર હોલ બેઠકો જ રાખવાનો નિર્ણય કર્યો છે ભાવનગર, બોટાદ, અમરેલીના કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.

cr-patil_l.jpg

Right Click Disabled!