Post Views:
85
સુજલામ્ સુફલામ જળ અભિયાન હેઠળ દાહોદ જિલ્લામાં જળસંચયના નમૂનેદાર કામો થયા છે. દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા વન વિસ્તારની જળ તળાવડીઓને ઉંડી ઉતારવામાં આવતા તેમાં પાણીનો ભરપૂર સંગ્રહ થયો છે. ડ્રોન દ્વારા લેવામાં આવેલી આ તસ્વીર જળસંગ્રહના કામો સાથે દાહોદના કુદરતી સૌંદર્યની પરિચાયક છે.