સુમુલ ડેરીના ચેરમેન સામે ગંભીર આક્ષેપો

સુમુલ ડેરીના ચેરમેન સામે ગંભીર આક્ષેપો
Spread the love

સુરતની સુમુલ ડેરીમાં રાજકારણ ગરમાયું છે. માજી સાંસદ અને ભાજપ અગ્રણીએ સુમુલ ડેરીના ચેરમેન સામે ભ્રસ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા. આ અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખતા દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કરોડો રૂપિયાના વહીવટમાં અણઆવડતના કારણે વેપારી સંસ્થાને નુકસાન કર્યાની ફરિયાદ કરી છે.

વગર લાયકાતે મળતીયાઓને નોકરી અપાવી
પાંચ વર્ષમાં ૨૨૨ કરોડના વ્યાજની ચુકવણી તેમજ ચોક્કસ લોકોને વગર વ્યાજની લોન આપવાનો આરોપ મુક્યો હતો. સાથો સાથ વગર લાયકાતે મળતીયાઓને નોકરી અપાવી સંસ્થાને અને પશુપાલકોને નુકસાન કર્યાની ફરિયાદ કરી હતી. વિવિધ રાજકીય તાયફાઓનો ખર્ચ સુમુલમાંથી કરી ગરીબ, આદિવાસી પશુ પાલકોને આર્થિક નુકસાન કર્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.

images.png

Right Click Disabled!