સુમુલ ડેરીની 141 બેઠકો માટે મતદાન સપન્ન : સરેરાશ 98 ટકા મતદાન

સુમુલ ડેરીની 141 બેઠકો માટે મતદાન સપન્ન : સરેરાશ 98 ટકા મતદાન
Spread the love
  • માંગરોળ નું ૯૬ ટકા મતદાન થયું

સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકમાંથી બે બેઠકો બિનહરીફ થઈ હતી જેથી આજે ૧૪ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે ૧૪ બેઠકો છે એમાં કામરેજ,માંગરોળ, ઓલપાડ,ચોર્યાસી,બારડોલી,માંડવી,મહુવા,વાલોડ,કુકરમુંડા, નિઝર,ઉછલ,સોનગઢ, વ્યારા, ડોલવણ નો સમાવેશ થાય છે,માંગરોળ બેઠક ઉપર ૯૬ ટકા મતદાન થયું છે,જ્યારે કુલ ૧૪ બેઠકો ઉપર સરેરાશ ૯૮ ટકા મતદાન થવા પામ્યું છે.

માંગરોળ બેઠક માટે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ઇમારતમાં મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું.માંગરોળ બેઠક પર વર્તમાન પ્રમુખ રાજુભાઇ પાઠક અને એમની સામે રાકેશભાઈ સોલંકી એ ઉમેદવારી નોંધાવી હતી જો કે પાછળ થી આ બેઠક ઉપર સમાધાન સધાયું હતું.માંગરોળ તાલુકાનાં કુલ ૭૬ મતદારોમાંથી ૭૩ મતદારોએ મતદાન કર્યું હતું.હવે આગામી તારીખ ૯ મી ઓગષ્ટનાં રોજ મત ગણતરી કરવામાં આવનાર છે.

Screenshot_20200807_180826.jpg

Right Click Disabled!