સુરતનાં મહુવા મામલતદાર કચેરીમાં આવતી અનામત બેઠકોમાં ફેરફાર કરાતા આમઆદમી પાર્ટીએ આપેલું આવેદનપત્ર

આજે તારીખ ૮મીના મંગળવારના સુરત જિલ્લા પંચાયત હેઠળ આવતી મહુવા તાલુકાની ૪ બેઠકો સામાન્ય જાહેર કરતા, તેના વિરોધમાં જન આક્રોશનાં હિસાબે આમ આદમી પાર્ટી દ્રારા મહુવાના મામલતદાર ભારતીબેન રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આ કાર્યક્રમમા સર્વશ્રી બટુકભાઈ વાડદોરીયા, સુરત જિલ્લા પ્રમુખ, જીગ્નેશભાઇ વાટલીયા, ઉપપ્રમુખ મન્નાનભાઇ પટેલ, જિલ્લા લઘુમતી સેલનાં પ્રમુખ સંગીતાબેન ચલોડીયા, હિતેશભાઇ સાવલીયા, મિનેશભાઇ પટેલ, જીગરભાઇ, પ્રકાશભાઇ, ભાવિનભાઇ પટેલ, વગેરે હાજર રહ્યા હતા.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
