સુરતની ગોપીનાથ જેમ્સના 42 રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

સુરતની ગોપીનાથ જેમ્સના 42 રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું
Spread the love

આજે જ્યારે મા-ભોમ પર કોરોનારૂપી આફતના વાદળો ઘેરાયા છે, તેવા સમયે સુરતના કોરોના યોદ્ધાઓ સમા રત્નકલાકારો કોરોનામુક્ત થઈને પોતાના પ્લાઝમાનું દાન આપીને આફત સામે અડીખમ ઉભા રહ્યા છે.કોરોના સંક્રમિતને સ્વસ્થ કરવામાં મહત્વની સાબિત થયેલી પ્લાઝમા થેરાપી અંતર્ગત મહામૂલા પ્લાઝમા ડોનેટ કરવામાં અગ્રેસર રહ્યા છે. સુરત શહેરની એક પછી એક ડાયમંડ કંપનીના રત્નકલાકારો મોટી સંખ્યામાં આગળ આવીને એન્ટી બોડી ટેસ્ટ કરીને પ્લાઝમા દાન આપી રહ્યા છે. વરાછા વિસ્તારની ગોપીનાથ જેમ્સ ડાયમંડ કંપનીના ૪૨ યુવાનોએ પ્લાઝમા ડોનેટ કરી માનવતાવાદી કાર્યમાં જોડાઇ નવી રાહ ચીંધી છે. ગોપીનાથ જેમ્સના માલિક નાગજીભાઈ વિઠ્ઠલભાઈ ઠુમ્મરે જણાવ્યું કે, કોવિડ-૧૯ની મહામારીમાં લોકડાઉન બાદ સરકારની ગાઈડલાઈન અનુસાર ડાયમંડ પ્રોડક્શન નિયમોનુસાર શરૂ કરવામાં આવ્યું.

જેમાં વર્તમાનપત્રોમાં રોજબરોજ પ્લાઝમાના સમાચારો વાચીને અમારી કંપનીના રત્નકલાકારોએ પણ સાથે મળીને પ્લાઝમા દાન કરવાનો સંકલ્પ કર્યો. સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક સાધીને કંપનીના ૬૮ રત્નકલાકારોના એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યા. જેમાંથી ૪૮ વ્યક્તિઓને કોરોનાના સિમ્પટમ્સ ડેવલપ થયા હોવાનું જણાયું. સૌને પ્રેરણા આપતા આ તમામ રત્નકલાકારોએ પ્લાઝમા આપવાની તૈયારી દર્શાવી હતી. પ્લાઝમાના ધારાધોરણો અનુસાર ૪૨ રત્નકલાકારોએ તબક્કાવાર પોતાના પ્લાઝમા દાન કરી હીરા સમાન હીર ઝળકાવ્યું છે. હાલ કોરોનાની દવા શોધાઈ નથી, ત્યારે મેડિકલ સાયન્સના રિસર્ચ મુજબ કોરોનાના સંક્રમણથી સાજા થયેલ વ્યક્તિઓ ૨૮ દિવસ બાદ પોતાના શરીરમાં બનેલ પ્લાઝમા જો કોઈ બીજા સંક્રમિત દર્દીને આપે તો રિકવરી થવામાં ખુબ મદદરૂપ થાય છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200906-WA0042.jpg

Right Click Disabled!