સુરતની ‘સિદ્ધિ’ની અનોખી સિદ્ધિ; પ્લાસ્ટિક ગ્લાસનો ટોલેસ્ટ પિરામિડ બનાવી રેકોર્ડ સર્જ્યો

સુરતની ‘સિદ્ધિ’ની અનોખી સિદ્ધિ; પ્લાસ્ટિક ગ્લાસનો ટોલેસ્ટ પિરામિડ બનાવી રેકોર્ડ સર્જ્યો
Spread the love

અનેક લોકો પોતાના ટેલેન્ટને કારણે અન્ય લોકોથી અલગ પોતાની ઓળખ બનાવે છે, ત્યારે ડાયમંડ અને સિલ્ક સિટીમાં રહેતી એક વિદ્યાર્થીનીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સિદ્ધિ પટેલે 210 પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ઊંચો પિરામિડ બનાવ્યો છે. સુરતની સિદ્ધિ પટેલે જે હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, તેને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સિદ્ધિએ પ્લાસ્ટીક ગ્લાસનો અનોખો પિરામિડ બનાવ્યો છે.

આ સિદ્ધિને હાંસલ કરતાં સિદ્ધિને 6 મહિનાથી વધુનો સમય લાગ્યો છે. સિદ્ધિએ જણાવ્યું હતું કે, “પ્લાસ્ટિકનો પિરામિડ બનાવવું ખૂબ અઘરું હતું, પરંતુ ફોકસ, એકાગ્રતા અને બ્રિધિંગ ટેકનીકનો ઉપયોગ કરી આખરે આ સફળતા મળી છે. પ્લાસ્ટિકના ગ્લાસના કુલ 23 ફ્લોર બનાવી એક નવો રેકોર્ડ રચ્યો છે.” અનેક વખત કેટલાક ફ્લોર પછી તો એવું થતું કે થોડી હવાને કારણે, શ્વાસોચ્છવાસની ગતિને કારણે, બાજુમાંથી કોઈ પસાર થાય તેના કારણે, પ્લાસ્ટિકના ગ્લાસ નું બેલેન્સ ખોરવાતા પિરામિડ બનતા બનતા રહી જતું હતું.

માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કીલના કારણે તેની ક્લેરિટી પણ વધતી ગઈ કે, ક્યા કારણને લીધે પિરામિડ પડે છે? અને ધીરે ધીરે તેણે જોયું કે, બ્રીધિંગ કંટ્રોલ ખૂબ જ જરૂરી છે. તેણે બ્રિધિંગ ટેકનિક પર અભ્યાસ કરીને આ સપનાને સાકાર કર્યું છે. આ અંગે સિદ્ધિના પિતા તરુણભાઈનું કહેવું છે કે, સિદ્ધિએ આ સફળતાં હાંસલ કરીને એક નવો કિર્તીમાન બનાવ્યો છે, પિરામિડ બનાવતી વખતે અમે સતત સિદ્ધિની સાથે રહ્યા છીએ, પંખા અને લાઈટ વગર કલાકો કાઢ્યા છે, ઉદ્દેશ માત્ર એટલો જ કે પિરામિડ બની જાય. આખરે અનેક મહીનાઓની અમારી મહેનત ફળી છે.

સિદ્ધિની માતા અંજલિબેનનું કહેવું છે કે, અમે સિદ્ધિમાં એકાગ્રતા જોઈ હતી જેથી તેને અલગ અલગ ટાસ્ક આપ્યા હતાં, જેમાં એક વખત તેને પાનાનો પિરામિડ બનાવ્યો હતો. જેથી એક વાત સ્પષ્ટ હતી કે, તે એક ચિત્તે બેસી કામ કરી શકે છે. પ્લાસ્ટિકના ગ્લાસના પિરામિડ બનાવવાનો વિચાર તેને આપ્યો હતો. શરૂઆતમાં 100 અને 150 ગ્લાસના પિરામિડ બનાવ્યા હતાં, પરંતુ અમે તેને 200થી વધારે ગ્લાસની ચેલેન્જ આપી જેથી અન્ય કોઈ જલ્દીથી આ રેકોર્ડ તોડી ન શકે.

Screenshot_20200908_154415.jpg

Right Click Disabled!