સુરતમાં ઓનલાઇન યોગ ભગાવે રોગનું આયોજન

સુરતમાં ઓનલાઇન યોગ ભગાવે રોગનું આયોજન
Spread the love

સુરત: એસોસીએશન ઓફ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ મલ્ટીપલ વેસ્ટ આયોજિત લોકડાઉનના સમયમાં સ્વસ્થતા જાળવવા ના હેતુ સાથે એસોસિયેશન ઓફ એલાયન્સ ક્લબસ ઇન્ટરનેશનલ મલ્ટીપલ વેસ્ટના એમસીસી શ્રી નિતલબેન શાહ આયોજિત ઓનલાઇન યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસોસીએશન ઓફ એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સર્વ સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

યોગ ભગાવે રોગ એ સૂત્રનો વાસ્તવિક અર્થ આ થાય છે
ભારતની વિશ્વને ભેટ ગણાતા ‘યોગ’ની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી.યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે.પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. પ્રાચીન સમયથી યોગની માન્યતા રહી છે કે ‘યત પિંડે, તત બ્રહ્માંડે’ એટલે કે મૂળ તત્ત્વ બ્રહ્માંડમાં છે તે જ આપણા પિંડ (શરીર)માં પણ સ્થિત છે.યોગ, તંત્ર, આયુર્વેદ, જ્યોતિષ વગેરેમાં દરેકે પાંચ મૂળ તત્ત્વોથી શરીરનું નિર્માણ થયું હોવાનું દર્શાવ્યું છે.

તુલસીદાસે પણ સમજાવ્યું છે ક્ષિતિ જલ પાવક સમીરા, પંચ રચિત અતિ અધમ શરીરાએટલે કે, “આપણા ભૌતિક શરીરનું નિર્માણ, ધરતી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ તત્ત્વો મળીને થયું છે જે પ્રકારે બ્રહ્માંડમાં આ પાંચ તત્ત્વોના અસંતુલનથી પ્રલય, વિનાશનું વાતાવરણ બને છે, એ જ રીતે આપણાં શરીરમાં આ પાંચ તત્ત્વોના અસંતુલનથી ઘણી શારીરિક-માનસિક બીમારીઓ થઈ શકે છે અને આપણું જીવન સંકટમાં આવી શકે છે.યોગ અભ્યાસમાં વપરાતી ઘણી પદ્ધતિઓનો મુખ્ય હેતુ આ પાંચ તત્ત્વોની શુદ્ધિ કરીને તેમનું સંતુલન સાધવાનું છે.તંત્રમાં એને જ પંચભૂત-શુદ્ધિના નામથી પણ ઓળખાય છે.

97118022_2697893737161202_3778983029003780096_o.jpg

Right Click Disabled!