સુરતમાં કલમ-૧૪૪ લાગૂઃ ડુમસ-સુંવાલી બીચ બંધ કરાયા

Spread the love

સુરત,
કોરોના વાયરસને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક થયું છે. સુરતમાં ૧૪૪ કલમ લાગુ કરી દેવામાં આવી છે અને ડુમસ અને સુંવાલી બીચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ નિયમનું ઉલ્લંઘન ન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેમ કમિશનરે જણાવ્યું છે.

સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો છે અને કેસ સામે આવ્યો છે જેને લઈને તંત્ર તો સજાગ છે જ પરંતુ પોલીસ ખાતું પણ સજાગ થઇ ગયું છે સુરતમાં પોલીસ કમિશનરે ૧૪૪ કલમ લાગુ કરી દીધી છે જાહેર સ્થળો પર ૪ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે આ ઉપરાંત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરતના ડુમસ અને સુવાલી બીચ પર પણ લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અહી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત કાયદાનું પાલન નહિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકોને વરઘોડો નહિ કાઢવા પણ અપીલ કરી છે.

Right Click Disabled!