સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો

સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો
Spread the love

સુરત,
શહેરમાં રાહદારી મહિલાઓના ગળામાંથી ચેઈન ખેચી લૂંટ ચલાવતા નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે સોસિયો સર્કલ પાસેથી આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ વિવિધ ચોરીના ગુનાની કબૂલાત પોલીસ ચોપડે નોંધાયેલા ગુના ઉકેલાયા છે.
પોલીસના હાથ ઝડપાયેલો આરોપી પંકજ શંકરલાલ પરમાર (ઉ.વ.આ.૩૭) રહે. પગારાગામ,લીમડાફળા પોસ્ટ.દામડી થાના દોબડા,જિ.ડુંગરપુર રાજસ્થાન ૨૦૧૬માં સહ આરોપી રાહુલ ઉર્ફે રીન્કુ સાથે મળી ડુંગરપુરથી બાઈક લઈને સુરતમાં ચેઈન સ્નેચીંગ કરતાં હતાં.અલગ અલગ વિસ્તારમાં નવ જેટલા ગુના આચર્યાનું તેમણે કબુલ્યું હતું. અગાઉ પોલીસે આ ગુનામાં રાહુલ ઉર્ફે રીન્કુ કપીલ સોનીને ઝડપી લીધો હતો જ્યારે પંકજ નાસતો ફરતો હતો અંત ઝડપાઈ ગયો છે. આરોપીનો ગુનાહિત ઈતિહાસ પણ ખરડાયેલો છે.પાસા હેઠળ પણ અગાઉ તે ઝડપાયો હતો.

Right Click Disabled!