સુરતમાં રક્ષાબંધન નિમિત્તે CM, Dy.CM ને નર્સે રાખડી બાંધી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસે સુરતની મુલાકાત લઈ કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે મિડીયાને કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. બાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્ય હર્ષ સંધવીની ટીમ દ્વારા કાર્યરત કરાયેલા અલથાણ ખાતેના અટલ સંવેદન કોવિડ-કેર સેન્ટર નર્સિંગ સ્ટાફના ડેનિયલા ગામીતે રાખડી બાંધી હતી.
ડે.સી.એમ.નિતીન પટેલને મનાલી દવે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને અશ્વિની કહારે રાખડી બાંધી હતી. અટલ સંવેદના કેર સેન્ટરની કામગીરીના પણ મુખ્યમંત્રીએ વખાણ કર્યા હતા. નર્સોએ મુખ્યમંત્રીના દીર્ઘાયુ માટે કામના કરી હતી અને દેશમાંથી કોરોના જલ્દી જ નાબૂદ થાય એવી પણ કામના કરી હતી. જોકે રાખડી બાંધતી વખતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો કેમ કે કોવિડ કેર સેન્ટરમાં સ્ટાફના લોકો ઉમટી પડ્યા હતા
