સુરતમાં રાંદેર પીઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

સુરતમાં રાંદેર પીઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
Spread the love

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા દુર્લભભાઈ આત્મહત્યા કેસમાં આરોપી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દુર્લભભાઈની સંમતિ વિના પોલીસ મથકમાં નોટરી થઇ હતી. કરોડો રૂપિયાની જમીન મુદ્દે ભૂ માફિયા સાથેની પોલીસની સાંઠ ગાંઠ ઉઘાડી પડી ગઈ છે. દુર્લભ પટેલને આત્મહત્યા તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાંદેર પોલીસ મથકના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા પો.કો.અજય બોપાલા,રાઇટર કિરીટસિંહ પરમાર સહિત ઉધના પોલીસ મથકના પો.કો. વિજય શિંદેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે પોલીસ મથકમાં ગેરહાજરીના પગલે કાર્યવાહી કરવામાં આવી છે આ કેસમાં તપાસ ચાલુ છે જેમાં આ લોકો આરોપીઓ છે. જેથી આગામી દિવસોમાં પોલીસ કર્મચારીઓ સહિત કેસમાં સંડોવાયેલા આરોપીઓની મુશ્કેલી વધી શકે છે. રાંદેર પોલીસ સ્ટેશનનું ડીવીઆર કબજે કરાયું દુર્લભભાઈએ આપઘાત કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનના સીસીટીવીનું ડીવીઆર જિલ્લા પોલીસે કબજે કર્યા હતા. બીજી ફેબુઆરીએ દુર્લભભાઈના બંગલા પર રાંદેર પીઆઈ બોડાણાના કહેવાથી તેમને બોલાવવા આવ્યા ગયા હતા જેથી ડીવાયએસપીએ રાંદેર પોલીસના પીએસઆઇ સહિત 3 પોલીસકર્મીના નિવેદનો લીધા હતા.

આ દરમિયાન રાંદેરનો પીઆઈનો કેશિયર અજય બોપાલા પણ ત્યા આવ્યો હતોકાકાને પીઆઈનો મેસેજ અપાયેલો પીએસઆઈ અને તેનો સ્ટાફ ગયા પછી અજય બોપાલા ત્યા વાત કરવા રોકાયો હતો પીએસઆઈને એવુ કહ્યું હતું કે પીઆઈએ અજયને અરજીના કામે મોકલ્યો હશે એટલે તેઓ ત્યાંથી કાકાને પીઆઈનો મેસેજ આપી રવાના થયા હતા તપાસનીશ રૂપલ સોલંકીએ જણાવ્યું કે રાંદેર પોલીસ મથકમાં દુર્લભભાઇની સંમતિ વગર જે ડોક્યુમેન્ટ નોટરી થયા હતા તે બાબતે નોટરીનું નિવેદન લેવાતા તપાસમાં સમર્થન મળ્યું છે.

લોકેશન ટ્રેસ ન થાય તે માટે આરોપીના ફોન બંધ બીજી તરફ ગુનો દાખલ થતા તમામે મોબાઇલ બંધ કરી દીધો છે. છેલ્લુ લોકેશન સુરતનું મળ્યુ હતું બિલ્ડર રાજુ ભરવાડ હેતલ દેસાઈ કિશોર કોશિયા કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા, વિજય શિંદે,મુકેશ કુલકર્ણી, રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલાનું છેલ્લું લોકેશન સુરત આવતું હતું, કેમ કે પોલીસ મોબાઇલ ચાલુ કરશે તો લોકેશન આધારે શોધી નાખશે તે પહેલા તમામ આરોપીએ ગુનો નોંધાયો તે દિવસથી મોબાઇલ સ્વિચ ઓફ કરી નાખ્યા હતા.

i0AmplnD.jpg

Right Click Disabled!