સુરતમાં વિરેન્દ્રસિંહ સુંદરસિંહ ઠાકોર, વિશાલ શૈલેષ મુન્શી સસ્પેન્ડ

સુરતમાં વિરેન્દ્રસિંહ સુંદરસિંહ ઠાકોર, વિશાલ શૈલેષ મુન્શી સસ્પેન્ડ
Spread the love

સુરત મહાનગર પાલિકાની ઓફિસમાં જ ઓન ડ્યુટી શરાબ-કબાબની મહેફિલ જામતી હોવાનો વહેતો થયેલા વીડિયો ટોક ઓફ ટાઉન બન્યો છે. ઉધના ઝોનના આકારણી વિભાગના બે કર્મચારીઓ સહિતના દારુની ઓનડ્યુટી બેરોકટોક મહેફિલ માણતા હોવાનું સ્પષ્ટ જણાય છે. બપોરે વીડિયો વહેતો થતા પાલિકા કમિશનરે બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા. ઝોન ઓફીસના બંને કર્મચારીઓ ઓન ડ્યુટી યુનિફોર્મમાં સજ્જ પાલિકાની વોર્ડ ઓફિસ કે સ્ટોર ગોડાઉન સહિતના સ્થાનો પર અગાઉ સફાઈ કર્મચારી, બેલદારથી લઈ ટેકનિકલ સ્ટાફ, કર્મચારીઓ દારૂ પીતા હોવાના વિડિયો સામે આવતા રહ્યા રહ્યાં છે.

હવે તો ઝોન ઓફિસમાં પણ ફરજ પરની ખુરશી ટેબલો પર જ બિન્દાસપણે દારૂ ચિકનની મહેફિલ જામી રહી છે. ઉધના ઝોન ઓફીસના બંને કર્મચારીઓ ઓન ડ્યુટી યુનિફોર્મમાં સજ્જ છે એટલું જ નહીં પાલિકાની ઓફિસમાં જ દારૂ પિતા જણાઈ રહ્યા છે તેમજ તેમની સાથે વધુ લોકો પણ હોવાનું મનાય છે અને કોઇ ગુપ્ત રીતે મોબાઇલમાં આ વીડિયો પણ તેઓનો ઉતારી રહ્યું છે. દારૂ ચીકન ચાખણામાં બંને કર્મી બેરોકટોક જયાફત ઉડાવે છે. એક કર્મી દારૂની બોટલ કાઢી ગ્લાસ ભરે છે ને બીજો પેક મારતો જાય છે ફરજ મોકૂફી હેઠળ મુકી ખાતાકીય તપાસનો આદેશ વહેતા થયેલા વીડિયો એ વિવાદ જગાવતા પ્રાથમિક તપાસમાં ઉધના ઝોન ઓફિસના બીજી શ્રેણી ક્લાર્ક વિરેન્દ્રસિંહ સુંદરસિંહ ઠાકોર તથા ત્રીજી શ્રેણી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિશાલ શૈલેષ મુન્શી બંને દારૂની મહેફિલ માણતા હોવાનો સામે આવ્યું છે.

ફરજ દરમિયાન જ ખુલ્લેઆમ દારૂ પીવાની ગંભીર ઘટનાને પગલે પાલિકા કમિશનર ગંભીર ગેરશિસ્ત અને વર્તણૂક ચલાવી શકાય તેમ નહીં હોય બંનેને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે ફરજ મોકૂફી હેઠળ મુકી ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.દારૂ ક્યાંથી આવ્યો? પોલીસ બેખબર ઉધના ઝોન ઓફિસના આ કર્મચારીઓ બેરોકટોક પણે કચેરીમાં જ પોતાના ટેબલ ઉપર દારૂની મહેફિલ જમાવે છે, ત્યારે આ ગંભીર બાબતનો વિડીયો બહાર આવ્યો ત્યારે લોકોને તંત્રને જાણ થઈ છે. ત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે દારૂની બોટલો ક્યાંથી આવી? કઈ રીતે કચેરી અંદર સુધી પહોંચી? જ્યાં ફરજ પરના સિક્યોરીટી ગાર્ડ શું કરતા હતા. શહેરમાં દારૂની રેલમછેલ છે ત્યારે પોલીસ આવી ગંભીર ઘટનામાં હજી બેખબર છે.

download.png

Right Click Disabled!