સુરતમાં સ્પાની આડમાં ચાલતું ઈન્ટરનેશનલ રેકેટ ઝડપાયું

સુરતમાં સ્પાની આડમાં ચાલતું ઈન્ટરનેશનલ રેકેટ ઝડપાયું
Spread the love

અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફિનિટી હબમાં ચાલતા સ્પામાં પોલીસે રેડ કરીને સગીર અને યુવતીને છોડાવી ત્રણને ઝડપી લીધા છે સ્પાના નામે બહારથી તરૂણી-યુવતીને દેહવિક્રય માટે લવાતી હતી. શહેરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે લાલ આંખ કરી હોય તેમ નવા નવા કૌભાંડ સામે આવી રહ્યાં છે. અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફિનિટી હબમાં ચાલતા સ્પામાં પોલીસે છાપો મારી સ્પાની આડમાં બાંગ્લાદેશથી અપહરણ કરીને વેચી દેવાયેલી 14 વર્ષની સગીરા અને પંજાબની 19 વર્ષની યુવતીને ગોંધી રાખી દેહવિક્રય કરાવતા ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે

હાલ પોલીસે આ ગોરખધંધામાં સામે અન્ય ચારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઈન્ટરનેશનલ રેકેટને ક્રાઈમ બ્રાંચની હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ સાથે ગુનાના મૂળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાંચે ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. દેહવિક્રય કરાવવામાં આવતો હતો પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બાતમીના આધારે પોલીસે અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફિનિટી હબમાં દુકાન નંબર 7માં ચાલતા સ્પામાં રેઈડ કરી હતી.પોલીસને સ્પામાંથી બાંગ્લાદેશની 14 વર્ષની સગીરા અને પંજાબની 19 વર્ષની યુવતી મળી આવી હતી. લોકડાઉન બાદ બંનેને સુરત લાવી અહીં ગોંધી રાખી દેહવિક્રય કરાવતા હોવાની હકીકત તેમની પૂછપરછમાં બહાર આવી હતી.

ત્રણ ઝડપાયા ચાર વોન્ટેડ જાહેર પોલીસે સ્પાના સંચાલક અંકિત મનસુખભાઇ કથિરીયા રહે.307 ઇન્ફિનિટી હબ અલથાણ, ભીમરાડ કેનાલ રોડ,વેસુ, સુરત. મૂળ ગામ-જીરા, તા.સાવરકુંડલા, જી.અમરેલી અને વિજય નાગજીભાઇ પાધરા રહે 307, ઇન્ફિનિટી હબ, અલથાણ, ભીમરાડ કેનાલ રોડ, સુરત. મૂળ ગામ મોળવેલ, તા. ધારી, જી. અમરેલી અને મેનેજર વિશાલ સંજય વાનખેડે રહે, 309,તડકેશ્વર -2, મહાદેવ મહોલ્લો, આઝાદનગર રોડ, ખટોદરા, સુરતને ઝડપી લીધા હતા પોલીસે તેમની પૂછપરછનાં આધારે આ રેકેટમાં સામેલ નીતુ મિલન મોહસીન અને સબ્બીર આલમને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાંગ્લાદેશથી સગીરાનું અપહરણ કરાયેલું બાંગ્લાદેશથી અપહરણ કરીને લાવવામાં આવેલી સગીરાને સુરત રખાયાની બાતમીના આધારે અન્ટી હ્યુમન ટ્રાફિંકીંગ અને પોલીસની ટીમ દ્વારા તપાસ આદરવામાં આવી હતી ત્રણ ચાર જગ્યાએ તપાસ કરતા ઈન્ફિનિટી હબમાંથી સગીરા મળી આવી હતી તેની સાથે 19 વર્ષની યુવતી પંજાબની છે તે મળી આવી હતી. પોલીસની ટીમે પૂછપરછ કરતા સ્પામાં આ બન્નેનું શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરીને આરોપીઓને ઝડપી લેવા અને ગુનાના મૂળ સુધી પહોંચવા ટીમ બનાવી છે.

Ebse92IVAAAob9p.jpg

Right Click Disabled!