સુરત એરપોર્ટના રનવે પર 200 કિમીની ઝડપે કાર દોડી

સુરત એરપોર્ટના રનવે પર 200 કિમીની ઝડપે કાર દોડી
Spread the love

ધોધમાર વરસાદમાં કોઈ ફલાઇટ સ્લીપ નહીં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર 200 કિમીની ઝડપે ખાસ કારને દોડાવી ફ્રિક્શન ટેસ્ટિંગ કરાયુ હતું. રન વે પર ફ્લાઇટ લેન્ડ થાય ત્યારે ટાયર અને રનવે વચ્ચે ઘર્ષણ થતા ટાયરનું રબર રનવે પર ચોંટી જતું હોય છે. તેવામાં જ રનવે પર રબર વધુ પ્રમાણમાં ચોંટે તો વરસાદમાં ફલાઇટ સ્લીપ થઈ શકે છે.  જેથી રનવે પર ચોટેલા રબરનું લેવલ કેટલું છે તે જાણવા ફ્રિક્શન ટેસ્ટિંગ કરતું હોય છે.

આ ટેસ્ટમાં સુરતનો રન-વે યોગ્ય માલૂમ પડ્યો હતો. ઓવરઓલ રનવે ફ્રિક્શન વેલ્યૂ 0.66 મ‌ળી હતી, જેથી 180 સીટરનું પ્લેન પણ વરસાદમાં સુરક્ષિત લેન્ડ થઇ શકે છે. આ ટેસ્ટ માટે ખાસ કાર અને 4 ટ્રેઇન સ્ટાફની જરૂર પડતી હોવાથી એક ટેસ્ટ પાછળ કુલ 12 લાખનો ખર્ચ થતો હોય છે. ફ્રિક્શન ટેસ્ટિંગ શું છે એએઆઇની પીળા રંગની મર્સિર્ડિઝ કાર હોય છે. જેને સ્પેશ્યિલ ડ્રાઇવર 200 કીમી ઝડપ સુધી રનવે પર દોડાવતો હોય છે. જેેથી તેમાં રહેલ મશીન રનવેને અડતી હોય છે અને તે ચોટેલા રબરનું પ્રમાણ જણાવતી હોય છે.

orig_s3_1598824844.jpg

Right Click Disabled!