સુરત કોર્ટમાં સંબંધિત કોર્ટના જજો કોરેન્ટાઈન થયા

સુરત કોર્ટમાં સંબંધિત કોર્ટના જજો કોરેન્ટાઈન થયા
Spread the love

સુરત જિલ્લા ન્યાયાલય તાબાની કોર્ટોમાં કાર્યરત કોર્ટ કર્મચારીઓના કોવિડ-19 સંબંધિત ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે દરમિયાન ત્રણ કોર્ટ કર્મચારીઓનો કોરાના રિપોર્ટ પોઝીટીવ આવતા સબંધિત કોર્ટના ન્યાયમૂર્તિ તથા અન્ય સ્ટાફ કોરેન્ટાઈન થયા હોવાની વિગતો સાંપડી છે. અઠવા લાઈન્સ સ્થિત સુરત જિલ્લા ન્યાયાલય કોર્ટ બિલ્ડીંગમાં હાલમાં કોરાના સંક્રમણને અટકાવવા ગત્ માર્ચ માસથી અરજન્ટ સિવાયની અન્ય કોર્ટ કાર્યવાહી બંધ રાખીને પક્ષકારો તથા વકીલોને કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશ પર પાબંદી લગાવવામાં આવી છે.

અલબત્ત લોકડાઉન તબક્કાવાર અનલોક કરવામાં આવવા અગાઉ ઈ-ફાઈલીંગથી માંડીને અરજન્ટ કાર્યવાહીની સુનાવણી વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાથ ધરવામાં આવી છે.જો કે છેલ્લા કેટલાય સમયથી કોર્ટ કાર્યવાહી બંધ હોવાના કારણે વકીલોની હાલત કફોડી બની રહી હોઈ વકીલ આલમમાંથી ચોક્કસ નિયમોને આધીન પૂર્વવત કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ બળવત્તર બની રહી છે. પરંતુ તાજેતરમાં સુરત કોર્ટમાં કાર્યરત કર્મચારીઓના કોવિડ-19ના રેપીડ ટેસ્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કોર્ટ બિલ્ડીંગમાં છેલ્લાં બે-ત્રણ દિવસોથી 100 જેટલી રેપીડ ટેસ્ટની કીટ આવી રહી છે. જે પૈકી જે દરમિયાન પહેલા તબક્કામાં મુખ્ય જિલ્લા સેશન્સ કોર્ટ સહિત બે એપેલેટ કોર્ટના કર્મચારીઓનો કોરાના સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો છે.જ્યારે આજે કોર્ટ બિલ્ડીંગના ચોથામાળે કાર્યરત એક એપેલેટ કોર્ટના મહીલા કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેથી સંબંધિત કોર્ટના ન્યાયમૂર્તિઓ તથા અન્ય કર્મચારીઓ હાલમાં કોરેન્ટાઈન થયા છે.જ્યારે સુરત જિલ્લા ન્યાયાલય તાબાની તા પલસાણા તથા બારડોલી કોર્ટમાં પણ એકથી વધુ કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવતા સંબંધિત કોર્ટના સ્ટાફ કોરેન્ટાઈન થયા છે.

સુરત બાર એસો.ના અંદાજે 6 જેટલા સીનીયર વકીલો કોવિડ-19ની સારવાર દરમિયાન નિધન થયા પામ્યા છે.જ્યારે પાંચથી સાત જુનિયર વકીલો કોરાના સામેનો જંગ જીતીને ઘરે પરત ફર્યા છે. બીજી તરફ કોરાના વોરીયર્સ એવા સુરતના વિવિધ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પણ કોરાના સંક્રમિત થયા બાદ સારવાર મેળવીને સ્વસ્થ થયા હોવાના કિસ્સા નોંધાયા છે. જેથી હાલના સંજોગોમાં આગામી તા.1લી સપ્ટેમ્બર દરમિયાન કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી શરૃ થાય તેવી સંભાવના નહીંવત્ જોવા મળી રહી છે.

118592056_2786106808339894_3412899457777350053_n.jpg

Right Click Disabled!