સુરત: ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 42.71 લાખની ઠગાઇ

સુરત: ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં 42.71 લાખની ઠગાઇ
Spread the love

સુરત ઇચ્છાનાથના વૃધ્ધ જમીન દલાલને તેમના કોલેજકાળના મિત્રએ મેસર્સ શ્રીજલ એક્વા નામે ભાગીદારી પેઢી શરૂ કરાવી ગાંધીનગર સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ આર.ઓ.વીથ કુલર વોટર એ.ટી.એમ મશીન મુકાવવાનો પેટા કોન્ટ્રાક્ટ મેળવી 18 મશીનની સામે માત્ર 14 મશીન મુકી 4 મશીનના 42,71,600 ના નાણાકીય હિસાબોની ગરબડ કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાય છે.

નાનપુરા મક્કાઇ પુલ નજીક તાપી વ્યુ બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા જમીન દલાલ અને સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય હરીશ નાનુભાઇ ઉમરીગર ઉ.વ. 61 રહે. જીવાભાઇ એસ્ટેટ, ઇચ્છાનાથ કોલેજ કાળના મિત્ર અનિલ પ્રભાકર ત્રિવેદી રહે. 7/એ, સી ટાવર રત્ન જ્યોતિ એપાર્ટમેન્ટ, વેસુ ખારામાંથી મીઠુ પાણી કરવાના ટ્રીટમેન્ટ પ્લાન્ટના ધંધામાં સારો ફાયદો છે એમ કહી ભાગીદારીમાં મેસર્સ શ્રીજલ એક્વા નામે હરીશભાઇની ઓફિસમાં પેઢી શરૂ કરી હતી. જેમાં હરીશભાઇ ઉપરાંત તેમના જમીનના પાર્ટનર ઝવેર પટેલ અને અનિલ ત્રિવેદીની પત્ની તોરલ ત્રિવેદી ભાગીદાર હતા તથા પેઢીનો વહીવટ અનિલને સોંપ્યો હતો.

અનિલના કહેવાથી અમદાવાદના મકરબા ખાતે સિગ્નેચર ટાવર એક માં ટોયમ સેઇફ વોટર ટેક્નો લિ. નામે વોટર ટ્રીટમેન્ટ મશીન બનાવવાની ફેકટરી ધરાવતા પુત્ર સ્નેહ ત્રિવેદી પાસેથી મશીન ખરીદી વેચવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ અનિલે ગાંધીનગર સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત આર્ક ઇંફોસોફેટ પ્રા. લિ.ને મળેલો આર.ઓ. વીથ કુલર વોટર એ.ટી.એમ મશીનનો પેટા કોન્ટ્રાક્ટ લીધો હતો અને દર વર્ષે રોયલ્ટી પેટે રૂા. 4.86 લાખ ચુકવવાનું નક્કી કર્યુ હતું. પેટા કોન્ટ્રાક્ટમાં ગાંધીનગર ખાતે 18 મશીન મુકવા સુરત પીપલ્સ બેંકની ઉમરા જકાતનાકા બ્રાંચમાંથી હરીશભાઇની ઓફિસ અને ઝવેર પટેલનો વેસુ સોમેશ્વર એન્કલેવ ખાતેનો બંગલો મોર્ગેજ કરી 1.22 કરોડની લોન લીધી હતી.

ઝવેરભાઇને અનિલ પર અવિશ્વાસ જણાતા તેઓ ભાગીદારીમાં છુટા થઇ ગયા હતા. ત્યાર બાદ અનિલે 14 મશીન મુકયા છે પરંતુ વધુ 4 મશીન મુકવા માટે કંપનીના રિકવેસ્ટ લેટર પર હરીશભાઇની સહી કરાવી બેંકમાં રજૂ કરી શ્રીજલ એક્વા નામે 42.71 લાખની લોન લીધી હતી. આ અંગે હરીશભાઇએ અનિલ પાસે હિસાબની માંગણી કરતા ગલ્લા તલ્લા કર્યા હતા અને 18 મશીનની સામે માત્ર 14 જ મશીન મુક્યા હતા ઉપરાંત વોટર એ.ટી. એમ મશીનની જે વિમા પોલીસી લીધી હતી તે પણ બોગસ હોવાનું જણાય આવ્યું હતું જેથી આ અંગે છેવટે વૃધ્ધ જમીન દલાલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

K7W4hBiM.jpg

Right Click Disabled!