સુરત જમીન કૌભાંડની તપાસ કલેક્ટરને સોંપાઈ

સુરત જમીન કૌભાંડની તપાસ કલેક્ટરને સોંપાઈ
Spread the love

સુરત ઓલપાડ મુળદની 45 વીંઘા સરકારી જમીન પચાવી પાડવાનો ખેલસરકારી ચોપડે પાકી નોંધ પાડવા મામલતદાર કચેરીના એક અધિકારી સાથે રોકડનો વહીવટ કરાયાની ચર્ચા વર્ષ 2015 દરમિયાન ઓલપાડ તાલુકાનાં મુળદ ગામની 45 વીંઘા જેટલી સરકારી જમીન ખાનગી વ્યક્તિઓના નામે કરવાનો કારવાનો કારસો રચવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 2015 ના તત્કાલીન નાયબ કલેક્ટરની બોગસ સહી અને બનાવતી સિક્કા થી ખોટો હુકમ બનાવી ઓલપાડ મામલતદાર કચેરીના અધિકારીઓ સાથેની મીલીભગતમાં કરાયેલા કૌભાંડમાં પોલીસ ફરિયાદ થઈ છે. સાથે કૌભાંડની ખાસ ખાતાકીય તપાસ સુરત કલેક્ટરે ઓલપાડ પ્રાંતને સોપી 2 દિવસમાં રીપોર્ટ માંગતા કૌભાંડ કરનાર અધિકારીઓ ફફડી ઉઠ્યા છે.

સમગ્ર પ્રકરણની તપાસ બાદ કેટલાક મોટા અધિકારીઓની સંડોવણી બહાર આવવાની પ્રબળ શક્યતાઓ વર્તાઇ રહી છે.ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઓલપાડ તાલુકાના મુળદ ગામે આવેલ ખાતા નંબર 322 ના બ્લોક નંબર 190-અ 1.30.51 હેકટર, 190-બ પૈકી, 1-3.39.76 હેકટર, 222-4.80.66 હેકટર તથા 282-0.63.74 હેકટર એટલે કુલ 45 વીંઘા જેટલી જમીન ખાનગી નામે કરવાના કૌભાંડમાં હરીશકુમાર ચંદુભાઈ પટેલ (રહે કવાસ ગામે, તા-ચોર્યાસી, સુરત) અને તેના અન્ય એક સાગરીત અબ્દુલ લતીફ નબી શેખ (રહે દાદા નગર, ઓલપાડ)એ વર્ષ 2015 ના તત્કાલીન નાયબ કલેક્ટરની બોગસ સહી અને બનાવટી સિક્કાથી ખોટો હુકમ બનાવ્યો હતો તેને સાચા તરીકે ઓલપાડ મામલતદાર કચેરીમાં એન્ટ્રી પડાવી કામે લેતા…

મામલતદાર કચેરીના અધિકારી સાથે ઓલપાડ મામલતદાર એમ.એન. ચૌહાણ સાથેની મીલીભગતમાં તેને સત્તા ન હોવા છતાં ગત તારીખ 3-9-2020 ના રોજ કાચી એન્ટ્રી પાડવાની કામગીરી કરી હતી. ત્યારે કાચી એન્ટ્રીના કામે અરજી સાથે રજુ કરેલ કરેલ હુકમમાં સંકા જણાઈ આવવા સાથે આ રીતની નોધ માત્ર નાયબ કલેકટર દ્વારા પાડવાની હોઈ છે. તેથી ઓલપાડ પ્રાંત આર.સી.પટેલે સતર્કતા દાખવી 03/09/2020 ના રોજની પડેલી કાચી નોધ નાં મંજુર કરવા સાથે જવાબદાર વિરુદ્ધ તપાસ કરી પોલીસમાં ફરિયાદ કરી હતી. ઓલપાડ મામલતદારને ફરિયાદી બનાવી કામગીરી કરાવી છે. ત્યારે આટલુંજ નહી પણ જમીન કૌભાંડમાં સુરત કલેક્ટરે ઓલપાડ પ્રાંત આર.સી. પટેલને ખાસ ખાતાકીય તપાસ સોપી બે દિવસમાં રીપોર્ટ માંગ્યો છે.

આટલું જ નહી પણ સરકારી જમીન ખાનગી કરવાના કૌભાંડમાં પાકી નોધ પાડવા મામલતદાર કચેરીના એક અધિકારી સાથે રોકડ રૂપિયા 50 લાખનો વહીવટ કરાયાની પણ માહિતી બહાર આવી છે. જયારે ઓલપાડ મામલતદાર એમ.એન. ચૌહાણ પાસે સત્તા ન હોય તે છતાં હુકમની ખોટી નકલ ને આધારે કાચી નોંધ પાડી ગંભીર પ્રકારે ખોટું કર્યું હોવાની અને હવે આ પ્રકરણમાં ખુદ ફરિયાદી આરોપી બને તેવા સંકેતો મળી રહ્યા છે.

GUJARAT-POLICE-01-960x640.jpg

Right Click Disabled!