સુરત તમે હાઈ રિસ્ક એરિયાની અંદર પ્રવેશી રહ્યા છો?

સુરત તમે હાઈ રિસ્ક એરિયાની અંદર પ્રવેશી રહ્યા છો?
Spread the love

સુરત. શહેરમાં અનલોક-1 બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હોટસ્પોટ એરિયામાં મનપા દ્વારા બેનરો લગાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.લોકોને જાગૃત કરવા અને તકેદારી રાખવા અપીલ

અનલોક-1 બાદ સુરતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. રોજના 200થી વધુ કેસો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 13 હજારને પાર થઇ ગઈ છે. ત્યારે તંત્ર દ્વારા સતત લોકોને જાગૃત કરવા અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા રાંદેર ઝોન વિસ્તારની અંદર બેનર લગાડવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે, તમે કોરોના સંક્રમિત હાઈ રિસ્ક એરિયાની અંદર પ્રવેશી રહ્યા છો સાવચેતી રાખવી…

આ પ્રકારના બેનર સુરતના હોટ સ્પોટ એરિયામાં લગાવવામાં આવ્યા છે. જેથી લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે .કોરોના પોઝિટિવ કેસનો આંક 13,663 પર પહોંચી ગયોમહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 13,663 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 597 થઈ ગયો છે. ગત રોજ કોરોનાને મ્હાત આપી વધુ 229 દર્દી સાજા થઈ ઘરે ગયા હતા. જેથી રિકવર થનાર દર્દીઓની કુલ સંખ્યા 9365 પર પહોંચી છે. હાલ 3701 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

download.jpg

Right Click Disabled!