સુરત પોઝિટિવ કેસનો આંક 4078 પર પહોંચ્યો

સુરત પોઝિટિવ કેસનો આંક 4078 પર પહોંચ્યો
Spread the love

સુરત : મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 4078 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક 153 થઈ ગયો છે. શહેરમાંથી 43 અને જિલ્લામાંથી 5 મળી કુલ 48 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2555 પર પહોંચી ગઈ છે.અર્બન હેલ્થ સેન્ટરના તબીબ સહિત વધુ બે તબીબ સંક્રમિતસેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને કડીવાલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા તબીબ પણ સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો બાદ તેમના સેમ્પલ લેવાયા હતા.

જેનો રિપોર્ટ બુધવારે પોઝિટવ આવ્યો છે. તેવી જ રીતે વરાછા વિસ્તારમાં રહેતા અને શ્યામધામ ચોક ખાતે ક્લિનીક ચલાવતા તબીબ પણ સંક્રમિત થયા છે. બુધવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતા અને ગુજરાત વાહન વ્યવહાર નીગમના ઓલપાડ ડેપો ખાતે ફરજ બજાવતા ક્લાર્ક પણ સંક્રમિત થયા છે. બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે કતારગામ વિસ્તારમાં રહેતા અને બેેંકમાં કેશ કલેક્શનનું કામ કરતા કર્મચારીનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે. નવી સિવિલ અને ખાનગી હોસ્પિટલના સફાઈકામદાર સંક્રમિતઉધના વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારને પણ ચેપ લાગ્યો છે. બુધવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

તેવી જ રીતે ઉધના વિસ્તારમાં જ રહેતા અને એપલ હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મીલ સુપરવાઈઝર, કંપની સુપરવાઈઝર, દુકાનદારોને ચેપકતારગામ વિસ્તારમાં રહેતા અને અગ્રવાલ મીલના સુપરવાઈઝરને પણ ચેપ લાગ્યો છે. બુધવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે ઉધના વિસ્તારમાં રહેતા અને સચીનની સુરભી કંપનીના સુપરવાઈઝર પણ સંક્રમિત થયા છે. બુધવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.ઉપરાંત લિંબાયત વિસ્તારના મીનરલ વોટર સપ્લાયર, વરાછા વિસ્તારના કોસ્મેટીકના દુકાનદાર, ઝેરોક્ષના દુકાનદાર તેમજ ગોપીપુરાન ટ્રાવેલર્સનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

unnamed.jpg

Right Click Disabled!