સુરત મહાનગરપાલિકાના નવા સીમાંકન

સુરત મહાનગરપાલિકાના નવા સીમાંકન
Spread the love
  • મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ બેઠકો અને વોર્ડને લગતું જાહેરનામું બહાર પડાયું છે.
  • અર્બન  ડેવલપમેન્ટ  એન્ડ  અર્બન  હાઉસિંગ  ડિપાર્ટમેન્ટ  દ્વારા  જાહેરનામું બહાર પડાયું
  • જાહેરનામા પ્રમાણે 3 બેઠકો શિડ્યુલ કાસ્ટ તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે રિઝર્વ

સુરત : રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાના નવા સીમાંકન જાહેર કરાયા બાદ વોર્ડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવશે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. નવા સીમાંકનની સાથે સાથે ચૂંટાનારા કાઉન્સિલરમાં અનામત બેઠકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ તથા મહિલાઓને પણ અનામત સીટો ફાળવવામાં આવી છે.

અનામત સીટો આ પ્રમાણે રહેશે
મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી 3 બેઠક શિડ્યુલ કાસ્ટ અને તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.ચાર બેઠકો શિડ્યુલ ટ્રાઈબ માટે અનામત રાખવામાં આવી છે જેમાંથી બે બેઠક મહિલાઓ માટે રહેશે. 12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે જેમાં શિડ્યુલ કાસ્ટ,શિડ્યુલ ટ્રાઈબ અને બેકવર્ડ ક્લાસનો પણ સમાવેશ થાય છે.

મહાનગર પાલિકામાં 2 નગરપાલિકા અને 27 ગામો ઉમેરાયા છે
રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગર પાલિકાનું હદવિસ્તરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરતમાં 2 નગરપાલિકા અને 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતમાં જે બે નગરપાલિકાઓનો સમાવેશ થાય છે તેમાં સચિન અને કનસાડનો સમાવેશ થાય છે. જ્યારે જે 27 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમા સેગવા સ્યાદલા, વસવારી,ગોથાણ, ઉમરા, ભરથાણા કોસાડ, પારડી કણદે, તલંગપોર, પાલી, ઉમ્બેર, કાંદી ફળિયા, ભાટપોર, ભાઠા, ઇચ્છાપોર, ભેંસાણ ગ્રુપ ગ્રામ પંચાયત, મલગામા, કઠોદરા, વાલક, વેલંજા, અબ્રામા, ભાદા, કઠોર, ખડસદ, લસકાણા, સણિયા હેમાદ, પાસોદરા, કુંભારિયા અને સારોલીનો સમાવેશ થાય છે.

surat.jpg

Right Click Disabled!