સુરત મહાનગરપાલિકામાં 27 ગ્રામ પંચાયત અને બે નગરપાલિકાનો સમાવેશ

સુરત મહાનગરપાલિકામાં 27 ગ્રામ પંચાયત અને બે નગરપાલિકાનો સમાવેશ
Spread the love

સુરત : રાજ્ય સરકારે 27 ગ્રામ પંચાયત અને બે નગરપાલિકાનો સમાવેશ સુરત મહાનગરપાલિકામાં કર્યો છે. આ નોટિફિકેશનના આધારે સુરત મ્યૂનિસિપલ કમિશનરના આદેશ અનુસાર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ, ગાંધીનગર દ્વારા બહાર પાડેલા નોટિફેકિશનથી સુરત મહાનગરપાલિકામાં 2 નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતોના કુલ 31 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ધ્યાને લઈને લાગત ઝોનના ઝોનલ ચીફને ગામોના તમામ પ્રકારના રેકર્ડ(સાધન-સામગ્રી) ડેડ સ્ટોક વિગેરેનો ચાર્જ લેવા કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ કબ્જો લેવાનું શરૂ કર્યુંસુરત મનપામાં સચિન નગરપાલિકા અને કનકપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેથી ગતરોજથી જ બન્ને કચેરીઓને સીલ કરી દેવામાં આવી હતી. સવારે કર્મચારીઓ તેના સમયસર પહોંચી ગયા હતાં.જો કે, મહાનગરપાલિકાના કર્મચારીઓએ પહોંચીને બન્ને બન્ને નગરપાલિકાનો કબ્જો લઈને સીલ ખોલ્યું હતું. નોર્થ કતારગામઝોનમાં સમાવિષ્ટ ગામોના નામ નોર્થકતારગામ ઝોનમાં સેગ્વા-સ્યાદલા, વસવારી,ગોથાણા, ઉમરા, ભરથાણા કોસાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાઉથઉધનાઝોનમાં સમાવિષ્ટ ગામ સાઉથ ઉધના ઝોનમાં પારડી કણદે, તલંગપોર,પાલી અને ઉંબર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાથે જ શિડ્યુલ એક મુજ બ કનસાડ અને સચિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.સાઉથ વેસ્ટ અઠવા ઝોન નવા નોટિફિકેશન મુજબ સાઉથ વેસ્ટ(અઠવા) ઝોનમાં માત્ર કાંદી ફળિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વેસ્ટરાંદેરઝોન હદ વિસ્તરણ બાદ ભાટપોર,ભાઠા, ઈચ્છાપોર, ભેસાણ ગ્રુપ ગ્રામ પંચાયતના ભેસાણ,ઓખા,વણકલા, વિહેલ, ચીચી તથા અસારમા(મલગામા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસ્ટ-બીવરાછા બી ઝોન પાસોદરા, કઠોદરા, વાલક, વેલંજા, અબ્રામા, ભાદા, કઠોર, ખડસદ, લસકાણાનો સમાવેશ વરાછા ઝોન બીમાં કરવામાં આવ્યો છે.સાઉથ ઈસ્ટલિંબાયતઝોન સાઉથ ઈસ્ટ ઝોનમાં નવા સમાવિષ્ટ થયેલા ગામ તરકી સણિયા-હેમાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન હદ વિસ્તરણના પગલે પાલિકાના સાઉથ ઈસ્ટ ઝોનમાં હવે કુંભારીયા અને સારોને સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.

about_smc.jpg

Right Click Disabled!