સુરત સ્પામાં કામ કરતી થાઈ યુવતીની સળગેલી લાશ મળી

સુરત સ્પામાં કામ કરતી થાઈ યુવતીની સળગેલી લાશ મળી
Spread the love
  • ઘરના દરવાજે તાળું અને 27 વર્ષની યુવતી આગમાં ભડથું સેમ્પલો લીધા

મગદલ્લાના ભૈયા સ્ટ્રીટમાં નગીનભાઈ પરભુભાઈ પટેલના મકાનમાં પહેલા માળે ભાડેથી રહેતી અને ઇસકોન મોલના એક સ્પામાં કામ કરતી થાઇલેન્ડની 27 વર્ષીય યુવતીની સવારે સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. રૂમનો દરવાજો બહારથી લોક હતો. જેથી સ્થાનિકોએ દરવાજો તોડી પાણીનો છંટકાવ કર્યો. દરમિયાન યુવતીની લાશ જોઇને ચોંકી ગયા હતા ઘટનાને પગલે તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરાતા પીઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. મૃતક યુવતી થાઈલેન્ડની અને સ્પામાં કામ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

થાઈલેન્ડની વનિતા બુસોર્ન (ઉ.વ.27) નામની મહિલા ભાડે રહેતી હતી. વનિતાને રાત્રે 8:30 કલાકે રિક્ષાચાલક તેને ઉતારી ગયો હતો પોલીસ આજુબાજુના સીસીટીવી કેમેરાના આધારે કડીઓ શોધવા તજવીજ શરૂ કરી છે. દરવાજામાં બહારથી તાળું હોવાથી યુવતીની હત્યા થઈ હોવાની પુરેપુરી આશંકા છે. લાશ બળીને ભડથું ગઈ હતી. લાશ ઊચકવી મુશ્કેલ હતી આથી પોલીસે એકતા ટ્રસ્ટની મદદ લઈ ડેડબોડી પીએમ માટે નવી સિવિલ મોકલી હતી થાઈ મહિલા 3 મોબાઈલ રાખતી હતી જેમાં બે ફોન સળગી ગયેલા પોલીસને મળ્યા છે અને એક ફોન મિસિંગ છે. થોડી રોકડ પણ મળી છે. મકાનમાં ભાડુઆત તરીકે યાદવનું નામ ચાલે છે અને તેમાં વિદેશી યુવતીઓ રહે છે. પોલીસે યાદવનો સંપર્ક કરી બોલાવ્યો તો તેણે મોબાઇલ બંધ કરી દીધો છે. હાલમાં યાદવ પણ ગાયબ છે.

માસ્તર મારે નહિ અને વિદ્યાર્થી ભણે નહિ તેવો ઘાટ ઉમરા પોલીસનો છે. અગાઉ ઉમરા પોલીસની હદમાં સ્પામાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો ત્યાર પછી પણ પોલીસે સ્પાના મામલે ગંભીર નથી. હવે સ્પામાં કામ કરતી વિદેશી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા પોલીસ દોડતી થઈ છે. મારા પર સવારે એક મિત્રનો ફોન આવ્યો કે તારા સસરાના મકાનમાં પહેલા માળે ધુમાડો નીકળે છે, આગ લાગી હોય એવુ લાગે છે તમે જલ્દીથી આવો, જેથી હું ત્યાં ગયો હતો. પહેલા માળે મકાનમાં બહારથી તાળુ મારેલું હતું પછી મારા સસરા અને સાળાને બોલાવ્યા, તેઓ સાથે હું ઉપર ગયો અને બારીમાંથી ઘુમાડો નીકળતો હોય જેથી મે તાળું તોડી બે ડોલ પાણી ગાદલા પર નાખ્યું એટલામાં મને લાશ દેખાય હતી પછી અમે પોલીસને જાણ કરી હતી.

ફોટા આધારે તપાસ થશેવનિતાનો એક બોયફ્રેન્ડે પોલીસને જણાવ્યું કે, વનિતાનો અગાઉ એક બોયફ્રેન્ડ જેનું નામ લાલુ છે અને તેની સાથે ઝઘડો ચાલતો હતો. વનિતાએ તેને મોબાઇલમાં બ્લોક કરી દીધો હતો. હાલમાં તે કયા છે તે ખબર નથી પરંતુ પોલીસને તેણે લાલુનો ફોટો આપ્યો હતો. યુવતીના મોતમાં આશંકા પણ હોય શકે થાઈ યુવતીના મૃતદેહની બાજુમાં એક ગાદલું છે તે આગની ઝપેટમાં આવ્યો નથી બાકી પેટ્રોલ કે કેરોસીનથી આગ લાગે તો બાજુનું ગાદલું પણ સળગી શકે તેમ હતું. માત્ર યુવતીની ડેડબોડી અને તેનું ગાદલું સળગી ગયું છે. પોલીસ આ દિશામાં તપાસ કરે તો ઘણી હકીકતો મળી શકે છે. અગાઉ પણ થાઇ યુવતીઓ પકડાય હતી ખરેખર વિદેશી યુવતીનું મોત થતા ઉમરા અને એસઓજી બન્ને પોલ ઉઘાડી પડી છે. ટૂંકમાં સુરત શહેરમાં હજુ વિદેશી યુવતીઓ સ્પામાં કામ કરતી હોય એવુ આ ઘટના પરથી ખબર પડે છે.

અગાઉ 17મી ડિસેમ્બરે ડુમસ રોડના રાહુલરાજ મોલમાં 13 સ્પા પૈકી 7 સ્પામાં થાઇલેન્ડની 30 યુવતીઓ વર્ક પરમિટ વગર સ્પામાં કામ કરતા પીસીબીએ પકડી પાડી હતી તમામને ડિપોર્ટ કરી પોતાના દેશ પરત મોકલી આપવાની કાર્યવાહી કરી હતી. મૃતક તેના ઘરે બહેનપણી બોલાવી સાથે જમ્યા હતા પછી રાત્રે બહેનપણી 10 વાગ્યે નીકળી હતી. પછી વનિતા તેને 3 બોયફ્રેન્ડ આવ્યા હોવાની વાત કરી હતી. પહેલા એક બાદ બીજા બે આવ્યાની વાત કરી હતી. ત્રણેય ઈનોવામાં આવ્યા. મોડીરાતે યુવતીના રૂમમાં ઝઘડો થતો હોવાની વાત પણ સ્થાનિકો જાણે છે. એક બાઇક પર 3 વાર અન્ય એક શખ્સ આટા મારતો કેમેરામાં દેખાય છે. મૃતદેહ સંપૂર્ણ બળી ગયો છે. જેથી બહારથી ઈજાના નિશાન ખ્યાલ આવે તેમ નથી કેરોસીન કે પેટ્રોલનો ઉપયોગ થયો છે કે કેમ તે માટે સેમ્પલો લીધા છે. બળાત્કાર થયો છે કે નહિ તે માટે પણ અમે સેમ્પલો લીધા છે. અકસ્માત કે હત્યા થઈ હોય શકે છે.

orig_s_1599423055.jpg

Right Click Disabled!