સુરત : RTEમાં પ્રવેશ નહીં આપતી શાળાને નોટિસ

- સુરત અડાજણની એલ. પી. સવાણી, જહાંગીરપુરાની ધી રેડિઅન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને પુણાની એડમ સ્કૂલે આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશના આપતા તાકિદે પ્રવેશ આપવાની સૂચના આપી છે
- આરટીઇ હેઠળ ધો.1માં પ્રવેશ ફાળવ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ
આપવા માટે નનૈયો ભણનારી શહેરની ત્રણ ખાનગી શાળાને ડીઇઓ નોટીસ આપનાર છે. સુરતમાંથી 25544 વાલીઓની ઓનલાઇન અરજી મળી હતી જેમાંથી 9065 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા છે.બાકી વિદ્યાર્થીઓને પણ પ્રવેશ ફાળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ડીઇઓ એચ.એચ.રાજ્યગુરૂએ કહ્યું કે, અડાજણની એલ. પી. સવાણી, જહાંગીરપુરાની ધી રેડિઅન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને પુણાની એડમ સ્કૂલે આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશના આપતા તાકિદે પ્રવેશ આપવાની સૂચના આપી છે.
એલ.પી. સવાણી સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ સવાણી કહે છે કે, અમે ડોક્યુમેન્ટ ચેક કરી પ્રવેશ આપી રહ્યા છે. જેથી વાલીઓએ અમારી ફરિયાદ કરી છે. ધી રેડિઅન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર કૌશિક સોનાણી કહે છે કે, અમે 14 બાળકોને પ્રવેશ આપ્યા છે અને બાકીની પણ કાર્યવાહી ચાલે છે. હાલમાં માત્ર એક સીબીએસઇની ગાઇડલાઇનનો ઇશ્યુ આવી રહ્યો છે. જેથી ડીઇઓ સાથે બેઠક કરાશે. એડમ સ્કૂલના સંચાલકોને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ થઈ શકયો ના હતો.
