સુરવદરના ગ્રામીણ પિવાનુ પાણી નહીં મળતા આકરાં પાણીએ બેઠાં પ્રતિક ઉપવાસ પર

સુરવદરના ગ્રામીણ પિવાનુ પાણી નહીં મળતા આકરાં પાણીએ બેઠાં પ્રતિક ઉપવાસ પર
Spread the love

હળવદમા બ્રાહ્મણી ડેમમાંથી પીવાનુ પાણી તાલુકાના મોટાભાગના ગામોમાં વિતરણ કરવામાં આવે છે ત્યારે સુરવદરમાં છેલ્લાં 10 દિવસોથી પાણી નહીં આવતા ગ્રામજનો પ્રતીક ઉપવાસ પર બેસી ગયા હતા અને જ્યાં સુધી પાણીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પ્રતીક ઉપવાસ ચાલુ રાખવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો તો સાથે જણાવ્યું હતું કે ઉચ્ચકક્ષાએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ ગામનું પાણી બંધ હોવાથી ગ્રામજનોએ ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડી છે. હળવદ તાલુકાના સુરવદર ગામે પીવાના પાણીની સમસ્યા ઉંભી થઈ છે ત્યારે હાલમાં છેલ્લા 10 દિવસથી નમૅદાનુ પીવાનુ પાણી નહીં મળતા ગામ લોકોને ગ્રામ પંચાયતનુ ક્ષાર યુક્ત પાણી પીવુ પડે છે અને પૈસા ખર્ચીને મિનરલ વોટરની પાણીની બોટલ મંગાવે છે પડે છે.

પીવાનુ પાણી નહિ મળતા ગામ લોકોઓ કંટાળીને સુરવદર ગામ પ્રતીક ઉપવાસ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી ગામલોકોના જણાવ્યા પ્રમાણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા અમુક લોકોઓ પૈસાની સગવડ નથી તેવા‌ ગ્રામીણઓ ગામનું ક્ષાર યુક્ત પાણી પીવે છે જેના કારણે રોગચાળો અને પથરીના રોગ થવાની શક્યતા થાય તેમ છે અમુક ગ્રામજનોઓ પૈસા ખર્ચીને મિનરલ વોટર પાણીની બોટલ ‌મંગાવે‌ છે ત્યારે તંત્ર દ્વારા સુરવદર ગામે સત્વરે  પીવાનુ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે સુરવદરમા પિવા લાયક પાણીનો પ્રશ્ન ઘણાં સમયથી છે અને અનેક વખત લેખિત અને મૌખિક સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે પરંતુ પરિણામ નહીં મળતા ગ્રામજનો આજે પ્રતીક ઉપવાસ કરી તંત્રને જગાડવાનો નિર્ધાર કર્યો છે.

Screenshot_2020-08-02-17-43-57-72.png

Right Click Disabled!