સુર સમ્રાટ કીર્તિદાન ગઢવીનું પ્રેમીઓના હૈયાના તાર હચમચાવી દેનારુ ગીત “જિંદગી દે કે મારા ગયા” રિલીઝ

અરવલ્લી : ગુજરાતના લોકપ્રિય સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી પોતાના અવાજના જાદુથી ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે. તેમનો કર્ણપ્રિય અવાજ માત્ર કાનને જ નહિ હૈયામાં પણ અનેરી ઠંડક પ્રસરાવતો હોય છે. ત્યારે ગુજરાતી ગીતોમાં તો આપણે કિર્તીદાનને સાંભળીએ જ છીએ, પણ હવે તે એક હિન્દી ગીત પણ લઈને આવ્યા છે. “જિંદગી દે કે મારા ગયા”. આ ગીતમાં સુર કિર્તીદાન ગઢવીએ આપ્યો છે તો સાથે અભિનયમાં પણ તેઓ જોવા મળે છે. અભિનયમાં કિર્તીદાનનો સાથ આપી રહી છે ગુજરાતની ખ્યાતનામ અભિનેત્રી ભક્તિ કુબાવત. જેમની મોહક અદાઓ અને અભિનયે આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે.
કિર્તીદાન ગઢવી અને ભક્તિ કુબાવતની આ જુગલબંદી પણ જોવા જેવી છે. આ ગીત માત્ર ગીત નથી પરંતુ એક પ્રેમી અને પ્રેમિકાની લાગણીને પણ અભિવ્યક્ત કરે છે. ગીતના શબ્દો પણ હૈયાની આરપાર ઉતરી જતા હોય તેમ આપણને જોતી વખતે એક અલગ જ લાગણીના વહેણમાં ખેંચી જાય છે. આ પ્રકારના અંદાજમાં કિર્તીદાન ગઢવી બહુ ઓછા જોવા મળે છે. આ ગીતમાં તેમના અવાજ સાંભળવા સાથે તેમના અભિનયને પણ જોવાનો એક અલગ જ લ્હાવો છે, ભક્તિ કુબાવત તો એક સફળ અભિનેત્રી છે અને આ ગીતમાં તે પોતાના અભિનયને છલકાવી રહી છે.
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)
