સૂરતમાં કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે ગણપતસિંહના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક

સૂરતમાં કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે ગણપતસિંહના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક
Spread the love
  • લોકોને ગભરાવાની જરૂર નથી પણ સચેત રહેવાની જરૂર છેઃ મંત્રી ગણપતસિંહ વસાવા
  • વિદેશથી તાજેતરમાં સૂરત-શહેર જિલ્લામાં આવેલા વ્યકિતની જાણ થાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૨૩ ૮૦૦૦ જાણ કરવા અનુરોધ

સૂરત,
કોરોના વાયરસ સામેની તકેદારીના ભાગરૂપે સુરત શહેર-જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગેની સમીક્ષા બેઠક વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તથા આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના વડપણ હેઠળ બેઠક મળી હતી.
જિલ્લા સેવા સેદન ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી વસાવાએ કહ્યું કે, લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સચેત રહેવાની જરૂરી છે. લોકો કામ સિવાય બહાર ન નીકળે અને એકબીજાના સંપર્કમાં ન આવે તેવી અપીલ મંત્રીશ્રીએ કરી હતી. ખાસ કરીને જિલ્લાના જે ગામોમાં એન.આર.ઓ.ની સંખ્યા વધુ છે તેવા ગામોમાં તાજેતરમાં વિદેશથી આવેલા વ્યકિતની જાણ તંત્રને કરવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારત સરકારની મિનીસ્ટ્રી ઓફ એક્ષ્ટર્નલ અફેર્સ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર માર્ચ મહિના દરમિયાન વિદેશથી ભારતમાં આવેલા હોય અને પાસપોર્ટમાં સૂરતનું સરનામું હોય તેવા ગ્રામ્યના ૩૭૬ તથા શહેરના ૩૫૯૫ મળી કુલ ૩૯૭૧ જેટલા લોકો છે જેમાંથી ૧૧૦૦ જેટલા લોકોને પહેલેથી જ સ્કીંનીગ કે કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે બાકીના ૨૮૦૦ જેટલા લોકોના એડ્રેસ પર જઈ આરોગ્ય અધિકારી દ્વારા તેઓનું સ્ક્રીંનીગ કે કવોરેન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
બેઠકમાં શહેરી વિસ્તારમાં સોસાયટીના પ્રમુખ-મહામંત્રી અને ગ્રામ્યવિસ્તારમાં સરપંચ-તલાટીઓએ પોતાના ગામ કે સોસાયટીઓમાં તાજેતરમાં વિદેશમાંથી આવેલા હોય તેવા નાગરિકો અંગેની જાણ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૨૩ ૮૦૦૦ પર તંત્રને કરવાનો અનુરોધ કરાયો હતો.
કોરોના વાયરસની સામે અગમચેતીના ભાગરૂપે સ્મીમેર અને નવી સીવીલ હોસ્પિટલના ૧૦૦-૧૦૦ આઈસોલેશન વોર્ડ તથા એક ખાનગી હોસ્પિટલમાં પણ વ્યવસ્થા ઉભી કરવા અંગે વિચાર મંથન કરાયું હતું.
સુરતની એ.પી.એમ.સી.માર્કેટના સહારા દરવાજા ખાતે આવેલા કૃષિ બજાર દ્વારા લોકોને ઘર બેઠા શાકભાજી, કરીયાણું મળી રહે તે માટેની ફ્રી હોમ ડીલીવરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે લેન્ડ લાઈન નંબર ૦૨૬૧-૨૪૯૦૧૭૦/૭૧ નંબરો પર ફોન કરીને જીવન જરૂરીયાતની વસ્તુઓ ઘર બેઠા મંગાવી શકે છે.
બેઠકમાં સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, ધારાસભ્યશ્રીઓ, સરકાર દ્વારા ખાસ ફરજ પર મૂકવામાં આવેલા સિનીયર આઈ.એ.એસ. અધિકારીશ્રી મહેન્દ્ર પટેલ, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધી પાની, પોલીસ કમિશનરશ્રી આર.બી.બ્રહ્મભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, મહાનગરપાલિકા, સ્મીમેર, સિવીલ અને જિલ્લાના આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Right Click Disabled!